ઘરની એંગલ સાથે લટકી ગયો
સુરત, તા.૧૮
ગણદેવીના અમલસાડમાં ગાંધીનગર ફળીયામાં રહેતાં યુવાને પોતાના ઘરમાં લોખંડની એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગણદેવી તાલુકાના અમલસાડ ખાતે ગાંધીનગર ફળીયામાં રહેતો પરેશ રમેશભાઈ નાયકા ઉ.વ.૩૬ મજૂરી કામ કરતો હતો અને સાતેક વર્ષ અગાઉ પરેશની પત્ની કોઈ કારણોસર તેના પીયર રહેવા ચાલી ગઈ હતી. આથી પત્ની ધર્મિષ્ટા પીયર જતી રહેતા પરેશભાઈ એકલવાયુ જવન જીવી રહ્ના હતો અને તેના કારણે માનસિક તણાવમાં રહેતો હતો. ગત મધ્યરાત્રે ૧૦ વાગ્યાના સુમારે પરેશે પોતાના ઘરમાં છતની એંગલ સાથે પ્લાસ્ટિકની પટ્ટી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહતયા કરી લેતા કરૂણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે ગણદેવી પોલીસમાં સુરેશભાઈ ભગુભાઈ નાયકા રહે. અમલસાડ ગાંધી ફળીયા, તા.ગણદેવીએ ફરિયાદ નોંધાવતા હે.કો. મહેશભાઈ તપાસ કરી રહ્ના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




