અકસ્માતમાં એક આધેડ પુરુષ અને એક મહિનાનું મોત
સુરત, તા. ૧૫
ચલથાણ અને ઊંભળ ગામ પાસે બનેલા બે જુદા-જુદા બનાવોમાં એક આધેડ તથા એક મહિલાનું મોત નીપજાવી વાહન ચાલકો ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ મિલકત નગર ખાતે સમીરભાઈ હસમુખભાઈ શાહ રહે છે. તેમણે મહેન્દ્ર કાંપનીનુંઅ ેક વાહન (જીજે-૦૫-એચઝેડ-૧૨૨) પૂરપાટ ઝડપે અને બેફિકરાઈપૂર્વક હંકારી ચલથાણ ગામની સીમ પાસે આવેલા એક ડીવાઈડર સાથે અથડાવી ડીવાઈડર પાસે ઊભેલા ૬૦ વર્ષના નિરંજન હિંગુના શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી સમીર શાહ ફરાર થઈ ગયો હતો. કડોદરા પોલીસ મથકમાં ચંદ્રેશ કોષ્ટિએ ફરિયાદ નોંધાવતા પોલીસે ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા એક વાહન અકસ્માત મોતનો બનાવ કામરેજ ઉંભેળ ગામ ખાતે બન્યો હતો. ઉંભેળ ગામ પાસેથી એક ટેન્કર (નં. આરજે-૦૫-જીબી-૨૮૮૨)ના ચાલકે પોતાનું ટેન્કર લઈને પસાર થતા હતા આ દરમિયાન ત્યાંથી પસારથઈ રહેલા બાઈક સવારને ટેન્કર ચાલકે ટક્કર મારી પાછળ બેઠેલી પત્ની રીમાબેન જાંબુકીયાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો. કામરેજ પોલીસે ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



