અગ્ર સચિવ મુકેશ પુરીએ સર્કિટ હાઉસમાં બેઠક કરી
સુરત, તા.૨૫
ગતરોજ સરથાણા ખાતે તક્ષશીલા આર્કેડમાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલી ભયાનક આગમાં ૨૦ વિદ્યાર્થીઓના મોત બાદ વહીવટી તંત્ર જાગી ગયું છે. આજે સુરત સર્કીટ હાઉસ ખાતે રાજ્યના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ પુરીની આગેવાનીમાં મહાનગરપાલિકાના વિવિધ વિબાગના અધિકારીઓ સાથે બેઠક યોજી છે.
તક્ષશીલા આર્કેડનાં અગ્નિકાંડના ભયાવહ દ્રશ્ય જેઈ શહેર સહિત સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી. દેશની સૌથી સમૃદ્ધ મહાનગરપાલિકા અને વિશ્વના સૌથી વિકસીત શહેરમાં આવી દુર્ઘટનામાં વહીવટી તંત્રની લાચારીના ધજાગરા ઉડ્યા હતા. ઘટનાની ગંભીરતા જેઈને વડાપ્રધાન નરેન્દ મોદી દ્વારા પણ સોશિયલ મીડિયામાં દુઃખદ ઘટના અંગે ખેદ વ્યક્ત કરી વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહીની સૂચના અપાઈ હતી. આ ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યની તમામ મહાનગરપાલિકામાં ટ્યુશન ક્લાસીસને બંધ કરવાનો આદેશ કર્યો હતો. જ્યાં સુધી ફાયર સેફ્ટીના સાધનો નહીં વસાવાય અને ફાયર વિભાગની એનઓસી નહીં મળે ત્યાં સુધી ટ્યુશન કલાસીસ બંધ રાખવાનો આદેશ કર્યો હતો. તક્ષશીલા અગ્નિકાંડની ઘટનાનો ત્રણ દિવસમાં રિપોર્ટ શહેરી વિકાસ વિભાગ પાસે માંગ્યો છે. આજે સવારથી સુરત સર્કિટ હાઉસ ખાતે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ મુકેશ પુરીની આગેવાની હેઠળ પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ, ફાયર વિભાગના અધિકારી સાથે બેઠક યોજવામાં આવી છે. એફએસએલ અને ડીજીવીસીએલ વિભાગના અધિકારીઓ સાથે પણ બેઠક યોજી છે. તક્ષશીલા આર્કેડમાં આગની ઘટનાનો રિપોર્ટ આવતીકાલ સુધી મુખ્યમંત્રીને સોંપવામાં આવનાર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



