સુરત, તા.૨૭
સુરતના સરથાણા વિસ્તારના તક્ષશિલા કોમ્પલેક્ષમાં ટયુશન ક્લાસમાં લાગેલી આગની દુર્ઘટના સંદર્ભે મૃતક વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરતાં પી.પી.સવાણી પરિવારના મોભી શ્રી વલ્લભભાઇ સવાણી દ્વારા મૃતક વિદ્યાર્થીઓના પ્રત્યેક પરિવારોને રૂ.એક-એક લાખની સહાય કરવામાં આવશે. ઉપરાંત વરાછા કો.ઓપ.બેંક દ્વારા મૃતક વિદ્યાર્થીઓના પ્રત્યેક પરિવારોને રૂ.૫૦ હજાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. વરાછા કો.ઓપ.બેંકના ચેરમેનશ્રી કાનજીભાઇ ભાલાળાએ બેંકના હોદ્દેદારોની તાકીદની બેઠક બોલાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




