નાંદોદ તાલુકાના સિસોદરા ગામેં પ્રેમી પંખીડાએ ઝેરના પારખા કરી ફાની દુનિયાને કરી અલવિદા

0
415

નાંદોદ :

પ્રેમમાં સાથે જિંદગી જીવવા મરવા ના કોલ આપી ચૂકેલા યુગલ માંથી યુવતી નું અન્ય સ્થળે લગ્ન નક્કી થતા યુગલે આપધાન નું પગલું ભર્યુ હતું. સીસોદરાની સિમ માં જઈ ઝેરી દવા પી આત્મહત્યા કરીહતી, શોધખોળ દરમ્યાન બને નો એકસાથે મૃતદેહ મળ્યો હતોવધુ તપાસ આમલેથા પોલીસે હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સિસોદરા ગામે રહેતા 21 વર્ષીય વિકાસ મહેન્દ્ર વસાવા,ને ગામનીજ હમ ઉંમર સેજલ વિનુ વસાવા સાથે પ્રેમ થઇ ગયો અને બંને આ જિંગદી એક બીજા ના સાથી બની ને જીવવાના સ્વપ્નાં જોઈ ભવિષ્ય માં સુ સુ કરીશું જેનું પ્લાનિંગ પણ કરી એક બીજાને કોલ આપ્યા હતા. પરંતુ જેમની સાથે તેમનો પરિવાર નહોતો અને પરિવાર ને જેમનો પ્રેમ મંજુર ના હોય સેજલ નું લગ્ન બીજા યુવાન સાથે નક્કી થયા અને આ બંને પ્રેમી યુગલો એ સજાવેલા સ્વપ્ન નો મહેલ ભાંગી ગયો.સેજલના લગ્ન નક્કી થયા એટલે બંને જુદાઈ થી ડરવા લાગ્યા પણ માનસિક તણાવ માં બંને કોઈની પણ સલાહ લીધા વગર જીવન ની સૌથી મોટી ભૂલ કરી બેઠા ગત રોજ ઘરેથી દૂર સિસોદરા ની સિમ માં જઈ ને એક સાથે ઝેરી દવા પી આ ફાની દુનિયા છોડવા નું નક્કી કરી ઝેરી દવા ઘટઘટાવી ગયા અને સૌ ને અલવિદા કહી એની દીધી જોકે આ ઘરેબંને શોધખોળ કરતા અંતે બંને નો મૃતદેહ મળ્યો મૃતદેહ એકબીજા પર માથું ઢળેલું હતું ગ્રામજનો ભેગા થયા અને બંને ના મૃતદેહો પોતપોતાના ઘરે પહોંચ્યા જોકે બંને ની અંતિમયાત્રા એક સાથે નીકળી અને એક જ સ્મશાન માં અંતિમ વિધિ થઇ. પણ એમ કહી શકાય કે વેલેન્ટાઈન ના બે દિવસ બાદ એક હતાશ યુગલે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY