ધ ઓવલ,તા.૮
રવિવારનો દિવસ ભારતીય ક્રિકેટ ફેન્સ માટે એકવાર ફરી ખાસ હશે. આ દિવસે ભારતીય ટીમ વર્લ્ડ કપની પોતાની બીજી મેચ રમશે. ભારતીય સમય પ્રમાણે આ મેચ બપોરે ૩ વાગ્યે લંડનનાં ધ આૅવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. ભારત સામે આૅસ્ટ્રેલિયાને હરાવવાનો પડકાર હશે. આૅસ્ટ્રેલિયાએ તેની બંને મેચો જીતી છે. જા કે ભારતીય ટીમે પણ પોતાની પહેલી મેચમાં રોહિત શર્માની સદી અને યુઝવેન્દ્ર ચહલની ૪ વિકેટની મદદથી દક્ષિણ આફ્રિકા સામે શાનદાર વિજય મેળવ્યો હતો.
તેમ છતા પણ શાનદાર ફાર્મમાં ચાલી રહેલી આૅસ્ટ્રેલિયાની ટીમને હરાવવી આસાન નહીં હોય, પરંતુ ટીમ ઇÂન્ડયા પોતાના ૧૧ ધુરંધરોનાં દમ પર મેચ જીતવાનો દમ રાખે છે.
ભારતીય ટીમ માટે શિખર ધવનનું ફાર્મ ચિંતાનો વિષય છે. તે બંને પ્રેકિટસ મેચ અને સાઉથ આફ્રિકા સામેની ભારતની પહેલી વર્લ્ડ કપ મેચમાં પણ નિષ્ફળ રહ્યો હતો. તેમ છતા પણ રોહિત શર્મા અને શિખર ધવન એકવાર ફરી આૅપનિંગ કરતા જાવા મળશે.
મધ્યમક્રમનો ભાર એકવાર ફરીથી કેપ્ટન વિરાટ કોહલી, કેએલ રાહુલ, એમએસ ધોનીનાં ખભા પર રહેશે, કેમકે ત્રણેય બેટ્સમેન સારી લયમાં જાવા મળી રહ્યા છે અને ટીમને એકવાર ફરી તેમની પાસેથી સારા સ્કોરની આશા રહેશે.
કેદાર જાધવ અને હાર્દિક પંડ્યા એકવાર ફરીથી આૅલરાઉન્ડરની ભૂમિકામાં જાવા મળશે. બંને ભારતની બેટિંગ અને બાલિંગને મજબૂત બનાવે છે. સાઉથ આફ્રિકા સામે કેદાર જાધવને બેટિંગની તક મળી નહોતી. તો હાર્દિક પંડ્યાએ બેટિંગમાં આવીને ૭ બાલમાં અણનમ ૧૫ રન બનાવ્યા હતા, જેમાં ૩ ચોગ્ગા સામેલ હતા. બાલિંગમાં હાર્દિક પંડ્યા અને કેદાર જાધવ જરૂરી સમયે વિકેટો અપાવવામાં માહેર છે અને સારું હિટિંગ પણ કરી શકે છે.
દક્ષિણ આફ્રિકાની સામે ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું હતુ અને બંનેએ સાથે મળીને ૪ વિકેટ ઝડપી હતી. ઝડપી બાલિંગમાં એકવાર ફરી આ જોડી જોવા મળશે. સ્પિન બાલિંગનો કાર્યભાર કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ પર હશે. યુઝવેન્દ્ર ચહલે આફ્રિકા સામે ૪ વિકેટ ઝડપી હતી.
સંભવિત પ્લેઇંગ ઇલેવન : રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, એમએસ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





