સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર દ્વારા કાર્યક્રમનું આયોજન
સુરત, તા.૧૩
પ્રતિવર્ષ ૧૪ જૂન વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર તરફથી તમામ સ્વૈચ્છીક રક્તદાતાઓનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવે છે.
રક્તમાં એબીઓ ગ્રુપનાં પ્રકારોની શોધ કરનાર ડૉ. કાર્લ લેન્ડસ્ટેઈનરનાં જન્મદિવસ ૧૪ જૂનનાં રોજ સ્વૈચ્છીક રક્તદાનની પ્રવૃત્તિને વધુને વધુ પ્રોત્સાહન મળે તે હેતુસર વિવિધ કાર્યક્રમોની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવે છે. જેમાં સ્વૈચ્છીક રક્તદાન શિબિરો, જનજાગૃતિ રેલી, મોટીવેશનલ કાર્યક્રમો વિ.નું આયોજન ગોઠવવામાં આવે છે.
આ વષેïર્ કેન્દ્ર તરફથી ૧૪ જૂન ૨૦૧૯ વિશ્વ રક્તદાતા દિને સેફ બ્લડ ફોર ઓલનાં ધ્યેયને સાકાર કરવા માટે તા.૧૪ જૂન ૨૦૧૯નાં રોજ નવીન ફ્લોરીન ઈન્ટરનેસનલ લિમિટેડ ઉધના ભેસ્તાન ખાતે મહાવીર ઈન્ટરનેશનલ રાધારમણ ટેક્ષ્ટાઈલ માર્કેટ, સારોલી, પુણા કુંભારીયા રોડ, એલાયન્સ ક્લબ ઓફ સુરત દિવ્ય શક્તિ અને સન્નારી દ્વારા ખટોદરા ખાતે સુરત રક્તદાન કેન્દ્ર ખાતે તેમજ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હજીરા ખાતે રક્તદાન શિબિરોનું આયોજન ગોઠવવામાં આવેલ છે. તેમજ કેન્દ્ર ખાતે સ્વૈચ્છીક રક્તદાતાઓ માટે સલામત તંદુરસ્તીનાં વિષય ઉપર એક પરિસંવાદ કાર્યક્રમનું પણ આયોજન ગોઠવવામાં આવેલ છે. તા.૧૪ જૂન ૨૦૧૯નાં રોજ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફયુઝન અમદાવાદ દ્વારા ગુજરાત કક્ષાએ ૧૮ થી ૨૫ વર્ષની ઉંમરના નવયુવાન રક્તદાતાઓ કે જેમણે ૧૦ કે તેથી વધુ વખત સ્વૈચ્છીક રક્તદાન કર્યુ છે તેઓને સન્માનિત કરવાનાં કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



