બળાત્કારના આરોપી શૈલેષ નાયકા સામે પુરાવા એકત્ર કરતી પોલીસ
સુરત, તા. ૧૬
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાહાકાર મચાવી દેનારા બિલીમોરાના તાંત્રિકના બળાત્કારના કેસમાં વલસાડની એક અપરિણીત પીડિતાએ નવસારી કોર્ટમાં આરોપી શૈલેષ નાયકા વિરુદ્ધ સીઆરપીસી-૧૬૪ મુજબનું નિવેદન નોંધાયું હતું. જોકે, આ ફરિયાદની પીડિતા પણ આગામી દિવસોમાં આરોપી વિરુદ્ધ ૧૬૪ મુજબનું નિવેદન નોંધાવવાની શક્યતાઓ રહેલી છે. એવું આ ગુનાની તલસ્પર્શી તપાસ કરનારા પીઆઈ રાઠોડે જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, બિલીમોરા ઓરિયા-મોરીયા વિસ્તારમાં તાંત્રિક શૈલેષ નાયકા રહે છે. તે તાંત્રિક વિધિ કરવાના બહાને યુવતિઓને બોલાવી સારૂ થઈ જવાની લાલચ આપી સાપુતારા ખાતેના વૈશાલી ગેસ્ટહાઉસમાં લઈ જઈ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધતો હતો. ચીખલીની ૨૧ વર્ષની અને બ્યુટીપાર્લરનું કામ કરતી એક યુવતીએ બિલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ લંપટ બાપુની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. લંપટ બાપુએ જુદી જુદી ત્રણ યુવતીઓ સાથે તેઓની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્રણ પૈકીની એક વલસાડની અપરિણીત યુવતિએ બિલિમોરા બળાત્કાર કેસમાં શૈલેષ નાયકા વિરુદ્ધ ૧૬૪ મુજબનું નિવેદન નોંધાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



