સોશિયલ મીડિયામાં યુવકને ખોટી રીતે બદનામ કરનારની ધરપકડ

0
32

ગુનો નોંધાયા બાદ અમરોલી પોલીસે આરોપીની ધરપકડ કરી
સુરત, તા. ૧૬
મોટા વરાછા-ચોવીસા ટેકરા ખાતે રહેતા અને કણબી કાછીયા સમાજના એક યુવકને સમાજમાં બદનામ કરવાના ઈરાદે એક માસુમ બાળાત્કારનો ભોગ બનેલી પીડિતા સાથે યુવકનો ફોટો ચોટાડી વાયરલ કરવાના ગુનામાં અમરોલી પોલીસે પાલ સાંઈદર્શન એપાર્ટમેન્ટ ખાતે રહેતા એક આરોપીની આઈટી એકટ મુજબ ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાવરાછા-ચોવીસા ટેકરા ખાતે આવેલા ઘર નંબર-૫૧૬માં મેહુલ ચંદુભાઈ પટેલ રહે છે. ૨૨ વર્ષના આ યુવક કતારગામ અમૃત જેમ્સમાં કોમ્પ્યૂટર ડેટા એન્ટ્રીની નોકરી કરે છે. ગત તા. ૨૯મી ડિસેમ્બરના ૨૦૧૮ના રોજ મેહુલ અને તેમના સગાસંબંધીઓ પાલ ખાતે એક યુવતીને જોવા માટે ગયા હતા. ત્યારબાદ તેઓ ઘરે પરત આવ્યા હતા. પાલ સાંઈદર્શન સોસાયટીના ફલેટ નંબર-૨૦૧માં રહેતા હર્ષ અનિલભાઇ પાનવાળાએ વૈદેહી નામની યુવતી સાથે સગપણ ના થાય તે માટે મેહુલને સામાજિક રીતે બદનામ કરવા માટે માસૂમ પીડિતાની સાથે યુવકના ફોટા મૂકીને વ્હોટસએપ પર વાયરલ કરી નાખવામાં આવ્યા હતા. મેહુલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે હર્ષ પાનવાળાની ધરપકડ કરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY