સરસાણા કન્વેન્શન સેન્ટરમાં ત્રિદિવસીય ઓટો એક્સ્પો
સુરત, તા.૨૪
ધી સધર્ન ગુજરાત ચેમ્બર અોફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર અને ઉદ્યોગ કમિશનર, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાતા ઓદ્યોગિક પ્રદર્શનોની વિવિધ શ્રેણીઓવચ્ચે ઓટો એક્સ્પો શ્રેણીના પાંચમાં પ્રદર્શન સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્સ્પો-૨૦૧૯નું આયોજન તા.૨૫-૧-૨૦૧૯ થી તા.૨૮-૧-૨૦૧૯ દરમિયાન સુરત ઈન્ટરનેશનલ એક્ઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે કરવામાં આવ્યું છે.
ચેમ્બરના પ્રમુખ હેતલ મહેતાએ જણાવ્યું હતું કે, ગુજરાત જ્યારે ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીના હબ તરીકે પ્રસ્થાપિત થઈ રહ્નાં છે. ત્યારે રાજ્યમાં યોજાનારા આ માગે ઓટોમોટીવ શોમાં દેશની અગ્રણ્ય ઓટો કંપનીઓ પોતાના ઉત્પાદનો જેવા કે કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેર પાર્ટસ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શન પિમ ભારતનું સૌથી મોટું એક્ઝીબિશન બનનાર છે.
તેમણે વધુમાં કહ્નાં હતું કે, સુરતમાં યોજાનારા ઓટો ઈન્ટરનેશનલ એક્સ્પોને દર વખતે જબરજસ્ત પ્રતિસાદ મળે છે. ભારતમાં દિલ્હી બાદ સુરતમાં બીજા ક્રમે અોટો ઈન્ટરનેશનલ એક્સ્પોનું ભવ્ય પ્રદર્શન યોજાય છે. આ વખતે પણ આ પ્રદર્શનમાં મોટાભાગની દરેક રાષ્ટÿીય અને આંતરરાષ્ટ્રીય ઓટો કંપનીઓએ ભાગ લીધો છે.
ચેમ્બરના એક્ઝીબિશન સેલના હેડ દેવેશ પટેલે જણાવ્યું હતું કે શુક્રવારે, ૨૫મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં ઉદ્ઘાટન સમારોહ યોજાશે. જેમાં અતિથિ વિશેષ તરીકે નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના ઝોનલ જનરલ મેનેજર પી.કે.ઝા તથા માનનીય સાંસદ સી.આર. પાટીલ અને દર્શનાબેન જરદોશ તેમજ કામરેજના વિન્ટેજ કારના જિર્વર એન્ડ કન્ઝર્વેટર કે.કે. પટેલ અને યસ બેîકના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડેન્ટ ખુશરો અંકલેશ્વરીયા ઉપસ્થિત રહેનાર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





