ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી,લોકદ્રષ્ટિ ચક્ષુબેંક તથા સક્ષમ સુરતની જાગૃતિથી ચક્ષુદાન અને દેહદાન મળેલ.

0
28

ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંક તથા સક્ષમ સુરતની જાગૃતિથી આજ રોજ ભરતભાઈ ગોકળભાઈ રાદડિયા ,ઉ.વર્ષ ૬૮ -, ગામ -ધોરાજી, જી.-રાજકોટ જે હાલ પ૪, શિવશક્તિ રો હાઉસ, સુરત. નિવાસ્થાને નિધન થયું . સ્વ.ભરતભાઈના પત્ની ગં.સ્વ.જયાબેન ભરતભાઈ રાદડિયા જેમના પુત્ર શ્રી પ્રદીપ ભરતભાઈ રાદડિયા, શ્રી રાજુ ભરતભાઈ રાદડિયા તેમજ તેમના પરિવાર ના સહયોગથી લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અને રેડક્રોસ બ્લડ બેંકના પ્રમુખ એવા ડો .પ્રકુલભાઈ શિરોયા દ્રારા દેહદાન મેળવ્યું હતું.સ્વ.ભરતભાઈના ભત્રીજી ડોક્ટર હોય તેમની પાસેથી દેહદાન કરવાની પ્રેરણા મળેલ તેમજ તેમના મોટા ભાઈ સ્વ.પ્રવીણભાઈ ગોકળભાઈ રાદડિયા નું પણ દેહદાન કરેલ.

આ દેહને અગ્નિ સંસ્કાર આપી પંચમહાભૂત માં વિલિન કરવા કરતા મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દેહની આંતરિક રચના શીખે તેવા શુભ આશય સાથે ભરતભાઈ ના દેહનું દાન કરવામાં આવ્યું આ દેહદાન મેળવવા માટે ડો.નેહા પેથાણી, ડો.દિલીપ ઢોલરીયા, ડો.ભાવેશભાઈ શિંગાળાએ સેવા આપેલ અને શ્રદ્ધાંજલિ પાઠવેલ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY