બીલીમોરાના શૈલેષ નાયકા અને પીડિતાનો વીડિયો જયેશ પટેલે વાયરલ કર્યો હતો
સુરત, તા. ૦૬
મહુવાની પરિણીત પીડિત સાથેડ બળાત્કાર ગુજારનાર બીલીમોરાના તાંત્રિક બીલીમોરાના તાંત્રિકનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાના ગુનામાં સંકળાયેલા ભીમરાડ ડુંગરી ફળિયાïના રહેવાસી જયેશ પટેલના પોલીસે મેળવેલા બે દિવસના રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી મોબાઈલ ફોન કબજે કરવામાં આરોપી પાસેથી મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો હતો. આ મોબાઈલ ફોન એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું બારડોલી પોલીસી મથકમાં પીઆઈ ચૌહાણે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહુવા વિસ્તારની પરિણીતાને તાંત્રિક વિધિ કરવાના બહાને સાપુતારા વૈશાલી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બળાત્કાર ગુજારનાર બીલીમોરાના તાંત્રિક શૈલેષ નાયકાનો અશ્લીલ વીડિયો વ્હોટએપ પર વાયરલ કરવામાં આવ્યો હતો. મહુવા પોલીસ મથકમાં પીડિતાએ તાંત્રિક શૈલેષ નાયકા, ભીમરાડ ડુંગરી ફળિયાના જયેશ પટેલ અને તેમના પુત્ર આકાશ પટેલ સામે બળાત્કાર તથા આઈટ એકનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ ગુનામાં તાંત્રિક શૈલેષ નાયકાની ધરકડ કરી કોટૃમાં રજૂકરી રિમાન્ડ પણ મેળવ્યા હતા. આ રિમાન્ડ પૂરા થતા તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ ગુનામાં તાંત્રિકનો અશ્લીલ વીડિયો વાયરલ કરનારા ભીમરાડના જયેશ પટેલની પોલીસે ઉધના-મગદલ્લા રોડ પર ધરપકડ કરી હતી. બારડોલી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન સીપીઆઈ ચૌહાણે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ મોબાઈલ ફોન પણ કબજે કરી એફએસએલમાં મોકલી આપ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



