કૃષિ મહોત્સવના કારણે બાગાયતી પાકોના વાવેતરમાં નોંધપાત્ર વધારો

0
20

બાગાયત ક્ષેત્રે નવા સોપાનો સર કરતો સુરત જિલ્લો
સુરત, તા.૧૪

રાજ્ય સરકારની સકારાત્મક નીતિ કારણે કૃષિક્ષેત્રે આમૂલ પરિવર્તનો આવ્યા છે. ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓના પરિણામે સમયની સાથે ખેડૂતો પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વર્ષમાં ત્રણથી પાકો લેતા થયા છે. સુરત જિલ્લાએ બાગાયત ક્ષેત્રે છેલ્લા વર્ષોમાં ગ્રીન હાઉસ, નેટ હાઉસ, ટપક સિંચાઈ પધ્ધતિ, પ્લાસ્ટિક મલ્ચીંગ જેવી અનેક પધ્ધતિઓ અપનાવીને નવા સિમા ચિન્હો સર કર્યા છે. આજે જિલ્લામાં ફળ પાકોનો વાવેતર વિસ્તાર ૨૨,૦૨૦ હેકટર અને શાકભાજી પાકોનો વાવેતર વિસ્તાર ૩૭,૩૬૯ હેકટર મળી કુલ મળી આશરે ૫૭,૩૮૯ હે. વિસ્તાર થયો છે.
જિલ્લામાં મુખ્યત્વે ફળ પાકોની વાત કરીએ તો કેળ, આંબા, પપૈયા ની ખેતી તેમજ શાકભાજી પાકોમાં વેલાવાળા શાકભાજી જેવા કે પરવળ ટિંડોળા, દુધી, ગલકા તેમજ ભીંડા, મરચી, ગુવાર, રીંગણ વગેરેની સારામાં સારી ખેતી કરીને કેળ, કેરી અને ભીંડા જેવા શાકભાજીઓની નિકાસ કરતા પણ થયા છે.
રાજય સરકાર દ્વારા દર વર્ષે યોજાતા કૃષિ મહોત્સવના પરિણામે ૧૦ વર્ષ પહેલા કેળની ૨૦-૨૨ કિલોની લુમ થતી જયારે આજે આધુનિક ટેકનોલોજીની મદદથી ૩૦-૩૨ કિલોની લુમ પાકે છે. દરેક બાગાયતી પાકોની ઉત્પાદકતામાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો થયો છે. રાજ્યમાં કેળ, ભીંડા અને પરવળની ખેતીમા મોખરાનુ સ્થાન ધરાવે છે. ૨૦૧૭-૧૮ના વર્ષમાં બાગાયત વિભાગની વિવિધ યોજનાઓમાં ૨૮૯૫ લાભાર્થીઓને કુલ રૂ. ૭૨૭ લાખ ની સાધન સહાય રાજય સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેડુતોના ખાતામાં સીધી ઇ્‌ય્જી થી જમા કરવામાં આવી છે. જેમાં શાકભાજીના મંડપ ઉચા કરવા માટે ૭૬૨ ખેડૂતોને રૂ.૮૮.૯૩ લાખ, બિયારણ ખરીદવા માટે ૩૮૭ લાભાર્થીઓને રૂ.૩૯.૩૭ લાખ તેમજ કેળ, આંબા અને અન્ય ફળ પાકોના વાવેતર માટે ૧૦૨૪ લાભાર્થીઓને રૂ.૧૮૪.૬૩ લાખની સહાય આપવામાં આવી છે. વર્તમાન વર્ષે ૨૦૧૮-૧૯ દરમ્યાન બાગાયત ખાતા મારફતે ફળ-ફુલ અને શાકભાજી ની ખેતી માટે વિવિધ ઘટકોમા જિલ્લાના ૨૫૨૩ ખેડુત મિત્રોને રૂ.૪૭૬ લાખની સહાય એનાયત કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY