કાજુ-બદામ કરતા પણ મોંઘો છે મલ્ટીપ્લેક્ષમાં વેચાતો પોપકોર્ન

0
192
જે પોપકોર્ન બહાર રૂ.૫ થી ૧૦ માં મળે છે એનો ભાવ મલ્ટીપ્લેક્ષમાં રૃા.૯૦ થી ૨૦૦

પોપકોર્ન અને સિનેમાનો સંબંધ ખુબ જુનો છે. બ્લેક એન્ડ વાઇટ સમયથી પોપકોર્ન થિયેટરના પ્રેક્ષકોનો મૂડ બનાવી રહ્યુ છે. ત્યારે લોકો ઘરેથી પોપકોર્ન બનાવીને થિયેટરમાં લઇ જતા પણ ધીરે ધીરે પોપકોર્નની ડિમાંડ વધવા લાગતા કલરફૂલ જમાનામાં પોપકોર્નનો ભારે વિકાસ થયો. બહાર રૂ.૫ થી ૨૦ રૂપિયામાં વેચાતો પોપકોર્ન થિયેટરમાં રૂ.૯૦થી ૨૦૦ સુધીમાં વેચાય છે. અને લોકો હોંશે હોંશે ખાય છે. કારણ કે ઓપ્શન નથી. કિંમતની દ્રષ્ટિએ પોપકોર્ન કાજુ બદામ કરતા પણ મોંઘા છે. છેલ્લા કેટલાક સમયથી મલ્ટીપ્લેક્ષ થિયેટરમાં ફૂડ ન લઇ જવા દેવા બાબતે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. હકિકતમાં થિયેટરની કમાણીનો મોટો હીસ્સો ફૂડથી જ આવે છે. ફિલ્મો સારી હોય તો નફો કરાવે બાકી વિકેન્ડ પછી થિયેટરમાં ૨૫ ટકા સીટ પણ ભરવી મુશ્કેલ પડી જાય છે. તેવા સમયે આવનારા દર્શકો જો ફૂડ ખરીદે તો નફો થઇ શકે. પણ તેમાં લૂંટ ચલાવાય છે. બહાર જે પોપકોર્ન રૂ. ૫થી ૨૦માં વેચાય છે તે જ મલ્ટીપ્લેક્ષ અને થિયેટરોમાં રૂ.૫૦થી ૨૦૦ સુધીમાં વેચાય છે. તો ૧૦-૨૦ રૃપિયાવાળા સમોસાના રૂ.૭૦થી ૧૧૦ ચાર્જ વસુલાય છે. પાણીમાં પણ ખુલ્લી લૂંટ. બોટલનું પાણી જ પીવાના ચાહકોને અમુક થિયેટરોમાં રૂ.૬૦માં લૂંટવામાં આવે છે. લોકો પણ આ બધુ બોવ મોંઘુ બોવ મોંઘુ કરીને લઇ લે છે અને થિયેટરોનો ધંધો એ રીતે ચાલ્યા કરે છે. જો ફૂડ અડકે તો ટીકીટ કરતા ફૂડની કિંમત વધી જાય. સોના કરતા ઘડામણ મોંધુ જેવો ઘાટ અહીં થાય છે. મહારાષ્ટ્ર સરકાર ૧લી ઓગષ્ટથી મલ્ટીપ્લેક્ષમાં ફૂડ લઇ જવા દેવાનો નિયમ લાવી રહી છે. હવે ગતિશીલ ગુજરાતમાં આવો નિયમ ક્યારે આવે છે એ જોવુ રહ્યુ. એક દિવસમાં ૪ લાખથી વધુનો પોપકોર્ન ખવાઇ જાય છે સુરતમાં મલ્ટીપ્લેક્ષ થિયેટરોની સંખ્યા ૧૫થી વધુ છે અને તેની કુલ ૬૫ જેટલી સ્ક્રીન છે. દરરોજના પાંચ શો થાય તો ૩૨૫ જેટલા શો થઇ જાય છે. જો એક શોમાંથી એવરેજ ૧૦ લોકો પોપકોર્ન ખાય તો પણ આંકડો ચાર લાખને પાર થઇ જાય છે. વિકેન્ડમાં પોપકોર્ન ખાવાવાળાની સંખ્યા વધુ હોય છે પણ એવરેજ પ્રમાણે આવો આંક આવી શકે છે. ફિક્સ કહેવુ તો પણ મુશ્કેલ છે. આ આંક વધી ઘટી શકે છે. કાજુ-બદામ કરતા બમણા ભાવ છે પોપકોર્નના- ઓછુ રોકાણ વધુ ફાયદો તંદુરસ્તી માટે બેસ્ટ કાજુ બદામનો ભાવ ૭૦૦થી ૧૨૦૦ કિલો છે. જ્યારે થિયેટરમાં મળતા પોપકોર્નો ભાવ પ્રતિ કિલો ૧૨૦૦થી ૩૦૦૦ સુધી પહોંચે છે. આમ કાજુ બદામને પણ થિયેટરના પોપકોર્ને માત આપી છે. થિયેટરમાં દર્શકોને કાજુ બદામ પણ નથી લઇ જવા દેવાતા કારણ કે એનાથી મોંઘુ ફૂડ તો તેઓ રાખે જ છે. અને પોપકોર્ન બનાવવા માટે કોઇ મોટુ રોકાણ કે ખર્ચો પણ નથી. તા-૧૫મી જુલાઇએ ફિલ્મ જોવા ન જવાનું અભિયાન થિયેટરમાં ફૂડ ન લઇ જવા દેવાનો વિરોધ કરીને નેશનલ યુવા સંગઠન દ્વારા તા-૧૫મી જુલાઇએ કોઇપણ મલ્ટીપ્લેક્ષ થિયેટરમાં ફિલ્મ જોવા માટે નહી જવાનું લોકોને જણાવાઇ રહ્યુ. આ અભિયાનને સોશ્યલ મિડીયા દ્વારા ફેલાવવામાં આવી રહ્યુ છે. માય મુવી માય ફૂડના અર્પિત શુક્લાએ કહ્યુ કે જો મહારાષ્ટ સરકારની માફક ગુજરાત સરકાર પણ આવો કાયદો નહી લાવે તો આ મુદ્દો હવેવધારે આગળ વધી શકે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY