ત્રણ ખાનની સાથે કામ કરવુ જરૂરી : તાપ્સીનો અભિપ્રાય

0
34

મુંબઇ,તા. ૧૪
હજુ સુધી તાપ્સી પન્નુની મોટા ભાગની ફિલ્મો બોલિવુડમાં સુપરહિટ રહી છે. પિંક અને નામ શબાનામાં શાનદાર ભૂમિકા અદા કર્યા બાદ તાપ્સીની ચર્ચા બોલિવુડમાં જાવા મળે છે. તેની પાસે શાનદાર અને મોટી ફિલ્મો આવી રહી છે. પોતાની વાત સ્પષ્ટરીતે રજૂ કરવામાં વિશ્વાસ ધરાવનાર તાપ્સી માને છે કે બોલિવુડામાં કોઇ પણ અભિનેત્રી માટે ત્રણેય ખાન સાથે કામ કરવુ જરૂરી છે. મિડિયા સાથે વાત કરતા તાપ્સીએ કહ્યુ છે કે એવા કલાકારો સાથે કામ કરવાની જરૂર હોય છે તે અભિનેતા એ અભિનેત્રીઓની માર્કેટ વેલ્યુ વધારે હોય છે. આમાં બોલિવુડના ત્રણ ખાનનો પણ સમાવેશ થાય છે. તેમની માસ અપીલ હોય છે. જેથી નવા કલાકારો પણ ચમકી જાય છે. સલમાન ખાન સાથે પોતાની મુલાકાત અંગે વાત કરતા તાપ્સીએ કહ્યુ છે કે ફિલ્મના ગીતના શુટિંગ વેળા તે સલમાનને મળી હતી. તાપ્સીને બોલિવુડની ઉભરતી અભિનેત્રી તરીકે ગણવામાં આવે છે. છતાં પણ તે મોટા સ્ટાર સાથે કામ કરવામાં ભય અનુભવ કરે છે. અમિતાભ બચ્ચનની સાથે તાપ્સીએ શાનદાર ભૂમિકા અદા કરી હતી. પિન્ક ફિલ્મની ચારે બાજુ પ્રશંસા થઇ હતી. ડેવિડ ધવનના નિર્દેશનમાં જુડવા-૨ ફિલ્મમાં તે રજૂ થઇ હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડથી વધારેની કમાણી કરી ગઇ હતી. તાપ્સી પાસે હાલમાં એક ફિલ્મ અભિષેક બચ્ચનની સાથે પણ છે. જે ત્રિકોણ પ્રેમ પર આધારિત હોવાના હેવાલ મળી રહ્યા છે. તાપ્સી નંબર ગેમમાં વિશ્વાસ કરતી નથી. તમામ રોલને સારી રીતે ન્યાય આપવામાં તે વિશ્વાસ ધરાવે છે. તાપ્સી પાસે જે ફિલ્મો રહેલી છે તેમાં તમામમાં તેના પડકારરૂપ રોલ છે. વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં તેની કેટલીક ફિલ્મ રજૂ થનાર છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY