ન્યુયોર્કની લેબમાં જરૂરી ડીએનએ ટેસ્ટ જારી છે
ન્યુયોર્ક,તા. ૧૧
૧૧મી સપ્ટેમ્બર ૨૦૦૧ના દિવસને માનવીય ઇતિહાસ કયારેય ભુલી શકે તેમ નથી. ન્યુયોર્ક શહેર જ નહીં બલ્કે દુનિયા આ ત્રાસવાદી હુમલાના કારણે હચમચી ઉઠી હતી. ન્યુયોર્કના ટ્વિન ટાવર વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન પર ત્રાસવાદી હુમલા એકસાથે કરવામાં આવ્યા હતા. જેમાં હજારો લોકોના મોત થયા હતા. આ ભીષણ ત્રાસવાદી હુમલાના ૧૭ વર્ષ બાદ પણ ન્યુયોર્કની એક લેબમાં જે મૃતકોની ઓળખ કરવામાં આવી નથી તે તમામની ઓળખ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. માર્યા ગયેલા લોકો પૈકી ૧૦૦૦ લોકોની ઓળખ તો ૧૭ વર્ષ બાદ પણ કરવામાં આવી નથી. ન્યુયોર્કની એક લેબમાં મૃતકોના ડીએનએ ટેસ્ટ માટે તમામ સંભવિત વૈજ્ઞાનિક ઉપાય કરવામાં આવી રહ્યા છે. હાડકાના અવશેષ જે કાટમાળ હેઠળથી મળ્યા હતા તેમને પાઉડરમાં ફેરવી કાઢીને જુદી જુદી રસાયણિક પ્રક્રિયાઓ માટે ટ્યુબમાં નાંખવા, બીજા કેમિકલ મારફતે સેમ્પલો તૈયાર કરવા અને ત્યારબાદ એવા મશીનમાં મુકવામાં આવી રહ્યા છે જેના કારણે ડીએનએ અંગે માહિતી મળી શકે. ૧૭ વર્ષ બાદ પણ લેબના વૈજ્ઞાનિકો અને કામ કરનાર અન્ય લોકોને હજુ સુધી સફળતા મળી રહી નથી. આ લોકો મૃતકોની ઓળખ કરવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. લેબના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે હાડકાના બચી ગયેલા અવશેષ મારફતે ડીએનએ ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. માત્ર આ અવશેષ મારફતે ડીએનએ નક્કી કરવાની બાબત સરળ નથી. આ ભયાનક ત્રાસવાદી હુમલામાં ૨૨૦૦૦ શરીરના ટુકડા મળ્યા હતા. જેમની હજુ સુધી ૧૦થી ૧૨ વખત તપાસ કરવામાં આવી ચુકી છે. આધુનિક ટેકનોલોજીના પ્રયોગ કરવામાં આવ્યા હોવા છતાં માત્ર ૧૬૪૨ લોકોની ઓળખ જ થઇ છે.હજુ કેટલાક પડકારો તપાસકારો સામે દેખાઇ રહ્યા છે.
જે મૃતકોની ઓળખ કરાઇ નથી તે લોકોની ઓળખ જાણવા માટેના પ્રયાસ : ૧૦૦૦ની હજુય ઓળખ થઇ શકી નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





