રિક્ષામાં મહિલાને ધમકાવી ઘરેણા લઈ બે ગુનેગારો ભાગી ગયા

0
10

મહિલાનું રિક્ષામાં અપહરણ કરી સોના-ચાંદીના ઘરેણાં ઉતારી લેવાયા
કડોદરા, તા.૧૭
ચલથાણની આધેડ મહિલાને ગત સવારે બે ઠગબાજાએ વાતોમાં ભોળવી રિક્ષામાં બેસાડી કડોદરા તરફ લઈ જઈ મહિલાએ પહેરેલા સોના ચાંદીના ઘરેણાં ઉતરાવી લઈ આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા. બનાવ અંગે મહિલાની ફરિયાદના આધારે પોલીસે કાયદેસરનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચલથાણમાં સાંઈ રેસીડેન્સીમાં ફ્લેટ નં.૧૦૪માં રહેતાં જનાબેન શાલીક સૂર્યવંશી ઉ.વ.૫૫ ચલથાણમાં જ રામકબીર સોસાયટી સામે શાકભાજીનો વ્યાપાર કરી ગુજરાન ચલાવે છે. ગઈકાલે ૧૧ કલાકે રિક્ષામાં સવાર થઈને ધસી આવેલા બે અજાણ્યા ઠગબાજાએ જનાબેનને વાતોમાં ભોળવી હતી અને રિક્ષામાં બેસાડી કડોદરામાં ખોડીયાર મંદિરની નજીકમાં લઈ ગયા હતા. ત્યારબાદ તેમને પહેરેલ સોનાની માળા, કાનની બુટ્ટી મળી ૭૦ હજારના ઘરેણાં ઉતરાવી લઈ ચાલતા થઈ જવાનું જણાવ્યું હતું અને આ બાબતે કોઈ જાણ કરશો તો જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. બનાવ અંગે જનાબેને કડોદરા પોલીસ મથકમાં અજાણ્યા બે ઠગબાજો વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાયદેસરનો ગુનો નોંધી અજાણ્યા ઠગબાજોને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY