બાગી-ટુ સુપરહિટ નીવડતા મારી બ્રાન્ડ વેલ્યુ વધી : ટાઈગર શ્રોફ

0
250

મુંબઈ,તા.૨૫
અભિનેતા ટાઇગર શ્રોફે કહ્યું હતું કે મારી બાગી ટુ ફિલ્મ સુપરહિટ નીવડયા બાદ મારી બ્રાન્ડ વેલ્યુ વધી જવા પામી હતી. રાતોરાત હું સ્ટાર ગણાતો થઇ ગયો હતો.
આ ફિલ્મ હિટ નીવડયા બાદ મોખરાના ફિલ્મ સર્જક કરણ જાહરે ટાઇગરને પોતાની સ્ટુડન્ટ આૅફ ધી યરની સિક્વલ માટે સાઇન કર્યો હતો જ્યારે બાગી ટુની હીરોઇન અને ટાઇગરની ગર્લફ્રેન્ડ દિશા પટનીને સુપર સ્ટાર સલમાન ખાનની ભારત ફિલ્મ માટે સાઇન કરવામાં આવી હતી.આમ બાગી બંનેને ફળી હતી.
પુરુષો માટેના અન્ડર ગારમેન્ટ્‌સની એક બ્રાન્ડના લોંચિંગ પ્રસંગે ટાઇગર મિડિયા સાથે વાત કરી રહ્યો હતો. એ આ બ્રાન્ડનો એમ્બેસેડર પણ છે. ટાઇગરે ૨૦૧૪માં હીરોપંતી ફિલ્મથી અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. જો કે એને યશ મળ્યો બાગી ફિલ્મથી.
તમને લાગે છે કે દિવસે દિવસે તમારી બ્રાન્ડ વેલ્યુ વધી રહી છે એવા સવાલના જવાબમાં ટાઇગરે કહ્યું કે બાગી ટુ સુપરહિટ નીવડયા બાદ મારી બ્રાન્ડ વેલ્યુ આપોઆપ વધી હતી.
હાલ ટાઇગર જે અન્ડરગારમેન્ટનું એન્ડોર્સીંગ કરી રહ્યો છે એ પહેલાં સલમાન ખાન અને અજય દેવગણની બ્રાન્ડ ગણાતી હતી. પરંતુ બાગી ટુ પછી ટાઇગરને આ બ્રાન્ડ માટે સાઇન કરવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY