૭૨મા સ્વાપતંત્ર્ય પર્વની વાપી ખાતે દબદબાભેર ઉજવણી..

0
36

પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ઇન્‍દુલાલ યાજ્ઞિક તથા શ્‍યામજી કૃષ્‍ણવર્મા વગેરે જેવા નામી અનામી ભારત માતાના વીર સપૂતોએ પોતાના જીવનની આહુતિ આપી શહાદત વહોરીને રાષ્‍ટ્રની સ્‍વતંત્રતા માટે શહીદ થયા હતા. આજે ગુજરાત રાજ્‍યના સૌથી વધુ હરિયાળા વિસ્‍તાર વાપી ખાતે ૭૨મા સ્‍વાતત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે સહકાર રાજ્‍યમંત્રી ઇશ્વરસિંહ પટેલે રાષ્‍ટ્રધ્‍વજ ત્રિરંગાને લહેરાવીને સલામી ઝીલતાં જણાવ્‍યું કે, ભારતના આ સપૂતોનું સ્‍મરણ કરીને તેમના પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યક્‍ત કરવાનું પર્વ છે.

આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, ભારત દેશના અનેક નાના-મોટા રજવાડાઓનું એકત્રિકરણ કરીને સરદાર વલ્લભભાઇ પટેલે અખંડ ભારતની રચના કરી છે. એક ભારત શ્રેષ્‍ઠ ભારતને દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આંતરરાષ્‍ટ્રીય ફલક ઉપર પ્રસ્‍થાપિત કર્યું છે. સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિએ એકતા અને અખંડિતતાનો સંદેશો ફેલાવ્‍યો છે. ગુજરાતનો ખૂણે-ખૂણો વિકાસનો પ્રતિબધ્‍ધ થાય તેવા સુશાસનની દિશામાં ગુજરાત રાજ્‍ય જઇ રહ્યું છે. પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તે માટે ગુજરાત ગૌરવદિનથી સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકીને રાજ્‍ય સરકારે રાજ્‍યના તળાવો ઊંડા કરીને જળસંચયનું મહાઅભિયાન લોકસહયોગથી આદર્યું છે. દક્ષિણ એશિયામાં ભારતની અર્થવ્‍યવસ્‍થા સૌથી ઝડપી બની છે. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના વિકાસનો અનોખો નકશો કંડાર્યો છે.

આ પ્રસંગે સહકાર રાજ્‍યમંત્રીશ્રી પટેલે ૧૦૮ ઇમરજન્‍સી સેવા તથા સાગરકાંઠાના વિસ્‍તારો માટે અલાયદી ૧૦૮ની સેવા રાજ્‍યમાં કાર્યરત કરાઇ છે, તેમ જણાવ્‍યું હતું. રાજ્‍ય સરકારે અકસ્‍માતે ઇજા પામનારને સરકારી કે ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ૫૦ હજાર સુધીની આર્થિક સહાય આપવાનું ભગીરથ કાર્ય ઉપાડયું છે. ગરીબ અને મધ્‍યમ વર્ગના લોકોના અરોગ્‍ય માટે મુખ્‍યમંત્રી અમૃતમ અને મા-વાત્‍સલ્‍ય યોજના, બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરી શૈક્ષણિક, સ્‍વરોજગાર તેમજ વિદેશમાં ઉચ્‍ચ અભ્‍યાસ માટે ઓછા વ્‍યાજે લોન સહાય, બેટી બચાવો-બેટી પઢાઓ માટે નન્‍હી પરી યોજના, રાજ્‍યમાં વરસાદ ખેંચાતાં ખેડૂતો માટે ૧૦ કલાક વીજળી આપવાનું નક્કી કર્યું છે. ગુજરાતની સાડા છ કરોડ જનતાને ઘરઆંગણે સરકારી સેવાઓ મળી રહે તે માટે સેવાસેતુ કાર્યક્રમ થકી એક કરોડથી વધુ લોકોને સેવા પૂરી પાડવામાં આવી છે. ૨૪ ઓગસ્‍ટ, ૨૦૧૮થી ચોથા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમો શરૂ કરાશે, જેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

બીજી ઓક્‍ટોબર, ૨૦૧૮થી મહાત્‍મા ગાંધીજીની ૧૫૦મી જન્‍મજયંતી ઉજવવાનો રાજ્‍ય સરકારે નિર્ણય કર્યો છે. શ્રી પટેલે રાજ્‍યમાં આધુનિક ગ્રંથાલયો, ખેલમહાકુંભ, કૃષિલક્ષી યોજનાઓ, સહકાર ક્ષેત્રની યોજનાઓ, પરિવહન યોજના વગેરે અંગે વધુમાં જણાવ્‍યું હતું.

વાપી તાલુકાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક મંત્રીશ્રી પટેલે કલેકટરશ્રીને એનાયત કર્યો હતો

આ અવસરે મંત્રીશ્રીના હસ્‍તે શ્રેષ્‍ઠ કામગીરી કરનાર પોલીસ જવાનો અને  રાષ્‍ટ્રીય તથા રાજ્‍ય કક્ષાએ શ્રેષ્‍ઠ દેખાવ કરનાર રમતવીરોનું સ્‍મૃતિચિホ તથા સન્‍માનપત્ર એનાયત કરી બિરદાવ્‍યા હતા. સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કારમાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલી ચાર શાળાને એવોર્ડની રકમના ચેક એનાયત કરાયા હતા. વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિશિષ્‍ટ સેવા પ્રદાન કરનાર, ૧૦૮ ઇમરજન્‍સી સેવાના કર્મનિષ્‍ઠ કર્મચારીઓ તેમજ ગ્રામીણ સાક્ષરતા અભિયાન અંતર્ગત સ્‍માર્ટ ફોન વિતરણ કરવા સાથે શ્રેષ્‍ઠ શિક્ષકોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા કલેક્‍ટરશ્રી સી.આર.ખરસાણ, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. વાપી તાલુકાની છ જેટલી શાળાઓ દ્વારા દેશભકિત ગીતો રજુ કરી સૌને રાષ્‍ટ્રભકિતથી રંગી દીધા હતા.

મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે રામલીલા મેદાનમાં વૃક્ષારોપણ કરાયું હતું.

આ અવસરે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, ધારાસભ્‍યો સર્વે કનુભાઇ દેસાઇ, ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, નિવાસી અધિક કલેક્‍ટર કમલેશ બોર્ડર, વાપી નગરપાલિકા પ્રમુખ ટીનાબેન હળપતિ, પ્રાંત અધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ, પદાધિકારીઓ, નગરજનો, વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્‍યામાં હાજર રહી રાષ્‍ટ્રધ્‍વજને સલામી ઝીલી રાષ્‍ટ્રપ્રેમ પ્રત્‍યે પોતાની કૃતજ્ઞતા વ્‍યક્‍ત કરી હતી.

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
–

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY