ઉત્તરાખંડના અલ્મોડામાં બસ ખીણમાં ખાબકી : ૧૩ લોકોના મોત

0
135

અલ્મોડા,
તા.૧૩/૦૩/૨૦૧૮

અલ્મોડા સ્થત સલ્ટમાં ટોટમ પાસે જીએમઓયૂની બસ એક ઉંડી ખીણમાં પડી ગઈ. જે ઘટનામાં ૧૩ લોકોનાં મોત થયા છે. જણવવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળ પર જ ૧૨ લોકોનાં મોત થયા હતા. જ્યારે ૧ વ્યક્તનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ઘાયલ ૧૨ લોકોને રામનગર હોસ્પટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જેમાંથી ૪ લોકોને હાયર સેન્ટર હલ્દ્વાનીમાં રેફર કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે આ બસમાં ૨૫ જેટલા લોકો સવાર હતા. અને હાલ રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. આ બસ ટોટામ પાસે રામનગર અલમોડા રોડ પર આવેલી ઉંડી ખીણમાં ખાબકી હતી. જા કે સમગ્ર ઘટનાની જાણ પોલીસ અને એસડીઆરએફની ટીમને થતા ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. હાલ તો પોલીસની ટીમ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ દેઘાટથી રામનગર તરફ જઈ રહી છે. અને આ ઘટના ત્યારે બની કે જ્યારે આ બસ રામનગરથી ૬૦ કિલોમીટર દુર હતી. આ ઘટના સવારે પોણા નવ વાગ્યા આસપાસ બની હતી.
મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે અલ્મોડામાં બનેલી દુર્ઘના પર શોક વ્યક્ત કર્યો છે. તેમને મૃતકોના આત્માને શાંતિ મળે અને પરિવારજનોને દુખની ઘડીમાં ધેર્ય પ્રદાન કરે તેવી ઇશ્વરને પ્રાર્થના કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY