૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને મદદ માટે કુલ ૫ લાખ કોલ્સ મળ્યા

0
14

ચાર વર્ષમાં પાંચ લાખ મહિલાઓએ ૧૮૧ સેવાની મદદ મેળવી
વલસાડ, તા.૨૪
મહિલાઓને ઘર઼ેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસામાં તાત્કાલિક ધોરણે બચાવ, સલાહ અને માર્ગદર્શન ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાકીય જાણકારી મળી રહે તે માટે ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઇનની સુવિધાની રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજય મહિલા આયોગ અને જીવીકે, ઇએમઆરઆઇ દ્વારા સંકલિત ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઇન રાજયના દરેક જિલ્લામાં કાર્યરત કરવામાં આવી રહી છે. રાજયમાં ૪૭ રેસ્કયુવાન તાલીમબધ્ધ કાઉન્સેલર, પાયલોટ અને મહિલા કોન્સ્ટેબલ ૨૪ કલાક કાર્યરત છે. આ સેવા નિશુલ્ક છે. ૧૮૧ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે એક સ્વજનની જેમ વિશ્વાસ સંપાદન કરી રહી છે. ૧૮૧ મોબાઇલ એપ્લીકેશન એપ સ્ટોર ઉપર ઉપલબ્ધ છે. જેના થકી ચોકકસ સ્થળ જાણી શકાય છે. ધટના સ્મયે મહિલા માહિતી આપી શકે તેમ ન હોય તો પેનીક બટન દબાવવાથી તમામ માહિતી હેલ્પલાઇન સુધી પહોચી જવાથી સરળતાથી પહોચી શકાય છે. અને તેના પાંચ જેટલા સગાસંબંધી કે મિત્રોને ઓટોમેટિક એસએમએસથી સંદેશો મળી જશે. રાજયમાં ચાર વર્ષના ટુંકા ગાળામાં ૫ લાખ મહિલાઓના કોલ્સ આવ્યા તે બદલ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લામાં ૬૪૪૨ કોલ્સ આવ્યા હોવાનું જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY