એક્શન સીન કરતાં વરુણ ધવન થયો ઈજાગ્રસ્ત

0
8

મુંબઈ,તા.૨૨
મોખરાના ફિલ્મ સર્જક કરણ જાહરની પિરિયડ ફિલ્મ કલંકના સેટ પર યુદ્ધનાં દ્રશ્યો કરતાં અભિનેતા વરુણ ધવનને પણ ઠીક ઠીક ઇજાઓ થઇ હતી. વરુણે એ ઇજાના ફોટોગ્રાફ પોતાના સોશ્યલ મિડિયાના હેન્ડલ પર શૅર કર્યા હતા. અત્યાર અગાઉ વરુણે આ પ્રકારનાં એક્શન દ્રશ્યો ધરાવતી ફિલ્મ કરી નથી.
કલંક કરણ જાહરની મલ્ટિસ્ટાર ફિલ્મ છે. એમાં સિનિયર અભિનેતા સંજય દત્ત, માધુરી દીક્ષિત, વરુણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, આદિત્ય રોય કપૂર વગેરે ચમકી રહ્યાં છે અને આ ફિલ્મ પણ હાલ ફ્લોર પર છે એટલે આલિયા ભટ્ટ, સંજય દત્ત અને અન્ય કલાકારો એક સાથે બબ્બે ત્રણ ત્રણ ફિલ્મોના શૂટિંગમાં દોડાદોડ કરી રહ્યા છે.
અભિષેક વર્મન નિર્દેશિત આ ફિલ્મને ૨૧૦૯ના એપ્રિલમાં રજૂ કરવાની કરણની યોજના છે. આ ઉપરાંત કરણ હાલ મુઘલ કાળની એક કથા તખ્ત પણ બનાવી રહ્યો છે.
અત્યાર અગાઉ વરુણે બદલાપુર, ઓક્ટોબર અને તાજેતરમાં સુઇ ધાગા જેવી હિટ ફિલ્મો આપી હતી એટલે એના ચાહકો એવી અપેક્ષા રાખતા થયા છે કે આ વર્ષે નહીં તો આવતા વર્ષે વરુણને એકાદો નેશનલ એવોર્ડ પણ મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY