વાશિંગ્ટન,
અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએએ પોતાની દર વર્ષે પ્રસિદ્ધ થતી ફેક્ટ બુકમાં વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) અને બજરંગદળને ધાર્મિક ઉગ્રવાદી સંગઠન તરીકે વર્ગીકૃત કર્યાં છે, જાકે સીઆઈએ પોતાની ફેક્ટ બુકમાં આરએસએસને રાષ્ટ્રવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે.
સીઆઈએની આ ફેક્ટ બુકમાં ભારતના નક્શાને પણ ખોટી રીતે દર્શાવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર સીઆઈએ દ્વારા વિહિપ અને બજરંગદળને ધાર્મિક ઉગ્રવાદી સંગઠન બતાવવા પર આ બંને સંગઠનોએ ગંભીર નારાજગી વ્યક્ત કરી છે અને હવે આ બંને સંગઠનો સીઆઈએ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા વિચારણા કરી રહ્યાં છે.
આ જ રીતે સીઆઈએ દ્વારા ફેક્ટ બુકમાં હુર્રિયત કોન્ફરન્સને અલગતાવાદી જૂથ ગણાવવામાં આવ્યું છે જ્યારે મહંમદ મદનીની જમિયત ઉલેમા-એ-હિન્દને ધાર્મિક સંગઠન ગણાવ્યું છે. સીઆઈએ આરએસએસને રાષ્ટÙવાદી અને સાંસ્કૃતિક સંગઠન ગણાવીને એવો દાવો કર્યો છે કે ધાર્મિક કટ્ટરતા સાથે તેને કોઈ નિસબત નથી. બજરંગદળના સંસ્થાપક અધ્યક્ષ વિનય કટિયારે જણાવ્યું છે કે સીઆઈએનો રિપોર્ટ ખોટો છે. અમે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છે.
જા કે આ બંને સંગઠનોએ તેના પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. બન્ને સંગઠનોએ કÌšં છે કે સીઆઇએ અમારા સંગઠનની ખોટી વ્યાખ્યા કરી છે. અમે તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા પર વિચાર કરી રહ્યા છે. જેના માટે કાયદાના વિશેષજ્ઞ સાથે પણ વાત કરી છે અને જલ્દીજ અમે અમારા ઉપર લગાવવામાં આવેલી ટેગને દૂર કરીશું.
વર્લ્ડ ફેસબુક વેબસાઈટ મુજબ તે દુનિયાના દેશોની પંચાગ શૈલીમાં માહિતી રજૂ કરતું સીઆઈએનું વાર્ષિક પ્રકાશન છે. ફેક્ટ બુકમાં બેથી ત્રણ પૃષ્ઠોમાં અમેરિકા દ્વારા માન્યતા પ્રાપ્ત ૨૬૬ દેશોની માહિતી આપવામાં આવે છે. પરંતુ સવાલ એ પણ છે કે અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએ દ્વારા ભારતમાં જાહેરજીવનમાં કામ કરી રહેલા સંગઠનો પર કરવામાં આવતી ટીપ્પણી ભારતની આંતરીક બાબતોમાં હસ્તક્ષેપ ગણાય કે નહીં?
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



