દરિયામાં અને કૃત્રિમ તળાવોમાં ૫૬૪૧૭ મૂર્તિઅોનું વિસર્જન કરાયું

0
8

ગણપતિ વિસર્જનનો પોલીસ બંદોબસ્ત મળસ્કે પાછો ખેંચાયો
સુરત, તા. ૨૪
ગતરોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે શહેરના વિવિધ ૭ ઝોનમાં ૨૨ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા જ્યાં સવારથી રાત્રિ સુધીમાં નાની મોટી ૫૬,૪૧૭ પ્રતિમાઅોનું વિસર્જન થયું હતું. વિસર્જન કાર્ય શાંતિપૂર્વક સંપન્ન થતા મનપા અને પોલીસી વિભાગ દ્વારા રાહત અનુભવી હતી.
આ વર્ષે પ્રથમ વખત તાપી નદીમાં ગણેશ વિસર્જન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો વર્ષોથી પરંપરાગત રીતે તાપી નદીમાં ગણેશ વિસર્જન માટે ટેવાયેલા શહેરીજનોએ નવી પર્યાવરણલક્ષી અભિગમ અપનાવી કૃત્રિમ તળાવો, સમુદ્ર કિનારે અને ઘર- મંડપ- સોસાયટી પાસેથી ઈકો ફ્રેન્ડલી ગણેશ વિસર્જન કરીને સહકાર આપ્યો હતો. શહેરના ૭ ઝોનમાં ૨૨ કૃત્રિમ તળાવો ઉપરાંત ડુમસ અને હજીરા ખાતે ગતરોજ વિસર્જન કાર્ય શરૂ થયું હતું. રાત્રે ૧૧ વાગ્યા સુધી સત્તાવાર રીતે ૧૦,૧૧૫ મોટી અને ૪૬૩૦૨ નાની મળી કુલ ૫૬૪૧૭ પ્રતિમાઅોનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જનની કામગીરીમાં જોતરાયેલ સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગનો સ્ટાફનો મળસ્કે બંદોબસ્ત પૂર્ણ થયો હતો. શહેરમાં શાંતિપૂર્વક ગણેશ વિસર્જન કાર્ય થયું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY