બાપ..રે…ઝેરીલા સાપ વચ્ચે થયું ‘ ઠગ્સ ઓફ હિંદોસ્તાન’નું શૂટિંગ..!!

0
28

મુંબઈ,તા.૩૦
ફિલ્મ ‘ઠગ્સ આૅફ હિંદોસ્તાન’ આ વર્ષની સૌથી ચર્ચાસ્પદ ફિલ્મોમાંથી એક છે. ફેન્સ આમિર ખાન અને અમિતાભ બચ્ચનને પહેલીવાર એકસાથે પરદા પર જાશે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ થાઈલેન્ડ અને માલ્ટામાં થયું છે. બોરા દ્વિપ પર જંગલો અને ગુફાઓમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. આ વિસ્તાર ઝેરીલા સાપો માટે જાણીતો છે.
એક રીપોર્ટ પ્રમાણે ફિલ્મમાં ખુદાબખ્શનું પાત્ર ભજવી રહેલા અમિતાભને શરૂઆતમાં સમજમાં ના આવ્યું કે તે થાઈલેન્ડ કેમ જઈ રહ્યા છે? રિપોર્ટ પ્રમાણે અમિતાભે કહ્યું કે, “મારી સમજમાં ના આવ્યું કે થાઈલેન્ડ જઈને આ સીક્વેંસને શૂટ કરવા પાછળ વિક્ટરની ફિલાસોફી શું છે? પરંતુ તેમણે કહ્યું કે અમે એક ઘણું જ સુંદર લોકેશન શોધ્યું છે અને હું તેને એક્સપ્લોર કરવા ઇચ્છુ છું.’
અમિતાભે કહ્યું કે, “મારે એ માનવુ પડશે કે જ્યારે હું ત્યાં ગયો અને લોકેશન જાયુ તો જાઇને ચોંકી ગયો હતો. આ એક વિશાળ ગુફા હતી. આ ગુફા અંદાજે ૨૦-૩૦ માળની ઊંચી બિલ્ડિંગ જેવી હતી. એ કલ્પના કરવી મુશ્કેલ હતી કે પ્રકૃતિએ આને કેવી રીતે બનાવી હશે.” ‘બીગ બી’એ કહ્યું કે જ્યારે તેઓ ત્યાં શૂટ કરી રહ્યા હતા તો વિઝિટર્સ આવી જતા હતા જેમની પાસે વિઝિટિંગ પાસ સુદ્ધા નહતા. પહાડો પાછળથી અચાનક સાપ નીકળી આવતા હતા. ઘણીવાર ક્રુ એકબીજા પર સાપ ફેંકીને પ્રેંક પણ કરતા હતા. ફિલ્મમાં ફિરંગી મલ્લાહની ભૂમિકા નીભાવનાર આમિર ખાન પણ આ લોકોશનથી પ્રભાવિત હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY