યોગીનો આદેશ : ૧૫ આૅગસ્ટે મદરેસામાં ફરજિયાત ધ્વજવંદન કરાશે

0
12

લખનઉ,તા.૧૪
ઉત્તરપ્રદેશના મદરેસામાં ૧૫ ઓગસ્ટે સ્વતંત્ર દિવસની ઉજવણીમાં ફરજિયાત ધ્વજવંદન કરાશે. આ ઉપરાંત મદરેસામાં ‘ભારત માતા કી જય’ના નારા પર લગાવવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારએ આ અંગે આદેશ જારી કર્યો છે. વર્ષ ૨૦૧૭માં પણ યોગી સરકારે આદેશ આપ્યો હતો. જા કે, સમાજના એક વર્ગ-વિશેષે આ આદેશને લઇને રાજ્ય સરકારની આલોચના કરી હતી. પરંતુ આ વખતે મદરેસામાં ધ્વજવંદનને લઇને ફેરફાર કરવામાં આવ્યો છે.
૧૫ ઓગસ્ટે સ્વતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં તમામ મદરેસાઓને ૧૫ ઓગસ્ટે સવારે ૮ વાગે ધ્વજવંદન અને રાષ્ટ્રગાન થશે. ત્યાર બાદ ૮ વાગ્યાને ૧૦ મિનિટે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. જા કે યોગી સરકાર દ્વારા આ વખતે મદરેસાઓને વીડિયોગ્રાફીમાંથી મુકિત આપવામાં આવી છે. આ પહેલાનાં આદેશમાં ધ્વજવંદન અને રાષ્ટ્રગાનની સાથે વીડિયોગ્રાફી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
આ વખતે ધ્વજવંદન અને રાષ્ટ્રગાન બાદ મદરેસાઓનાં બાળકો પરિસરમાં વૃક્ષારોપણ, રાષ્ટ્ર્રીય એકતા પર આધારિત કાર્યક્રમો કરશે. યોગી સરકારમાં અલ્પસંખ્યક મંત્રી લક્ષ્મીનારાયણ ચૌધરીએ તમામ મદરેસાઓને આ આદેશ જારી કર્યો છે. આદેશા અનુસાર મદરેસામાં ૧૫ ઓગસ્ટના રોજ સવારે આઠ વાગે ધ્વજવંદન કરવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રીયગીત ગાવામાં આવશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY