યોગીજી, પોલીસને ચરિત્ર પ્રમાણપત્ર કોણ આપશે..?? શું આ ફતવો નથી..??

0
64

ઉત્તરપ્રદેશની પવિત્રનગરી અલાહાબાદમાં આવતા વર્ષે જાન્યુઆરીથી કુંભમેળો શરૂ થઇ રહ્યો છે. આ કુંભ મેળા માટે યોગી સરકારને શાકાહારી પોલીસ જાઈએ છે..!! સૌ જાણે છે કે કુંભ મેળો હિન્દુઓનું સૌથી મોટો તહેવાર છે. લાખોની સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગંગાસ્નાન કરવા આવશે. હિન્દુ ધર્મ અને શાસ્ત્રમાં કુંભ મેળાનું વિશેષ મહત્વ છે. કુંભ મેળામાં સાધુ-સંતો અખાડાઓ સાથે શાહી સ્નાન માટે આવે છે. લાખોની ભીડને કંટ્રોલ કરવી અને સારી રીતે મેળો પૂર્ણ થાય એ હર કોઈ સરકારની પ્રાથમિકતા છે. યુપી કે યોગીજી જે સ્વયં એક નાથ સંપ્રદાયતા બૈરાગી અને મંદિરનાં પુજારી પણ છે. તેમણે કુંભ મેળાની વ્યવસ્થા માટે પોતાના જ પોલીસ દળમાંથી એવા ૧૦ હજાર પોલીસ કર્મચારી માંગ્યા કે જે શાકાહારી હોય. દારૂ પીતા ન હોય અને પાન-મસાલા, ગુટકા-ગુટકી કે તમાકુનો બંધાણી ન હોય. જા કે જાહેર ખબર દ્વારા આવા પોલીસ કર્મચારી માંગ્યા છે. તેમનું કહેવું છે કે દેશ ફતવાથી નહિ બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવેલ બંધારણ મુજબ ચાલશે. એક તરફ ફતવાનો વિરોધ બીજી તરફ વિશેષ પોલીસ કર્મચારીઓની માંગ કરવી એ ફતવો હોય કે ન હોય પરંતુ યોગી આ રીતે ખાસ ગુણવાળા પોલીસની માંગણી કરવી એ બતાવે છે કે તેઓ પોતાને અને પોતાની સરકારને સવાયા હિન્દુવાદી કહેવડાવવા માંગે છે કે શું..??
શાકાહારી પોલીસ અને અન્ય ગુણવાળા પોલીસને સરકારની જેમ તેમણે ચરિત્ર પ્રમાણપત્ર આપવું પડશે..!! સામાન્ય જનતા પોલીસથી ચરિત્ર પ્રમાણપત્ર લે છે. મારા પર કોઈ અપરાધ નથી. તેના માટે પ્રમાણપત્ર લેવા શું શું મુશ્કેલીઓ વેઠવી પડે છે તે તો દરેક લોકો જાણે છે. અરે ભાઈ જે બીજાઓને ચરિત્ર પ્રમાણપત્ર આપતા હોય તેને ચરિત્ર પ્રમાણપત્ર કોણ આપશે..?? ગુજરાત-બિહારમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર રીતે અનેક લોકો દારૂ પીવે છે. તો યુપીમાં તો દારૂની દુકાનો છે. બની શકે છે કે પોલીસ પણ દારૂનો નશો કરતી હશે. તમાકુ પાન-મસાલા તો સામાન્ય છે. શું ખાવું શું ન ખાવું તે નાગરિકોનો અધિકાર છે. તેની શું ગેરંટી કે કુંભનાં મેળામાં આવનાર બધા શાકાહારી હશે..?? બની શકે કે શાકાહારી ન પણ હોય. છતાં પણ સાચા મનથી આવ્યા તો પવિત્ર થઇ ગયા. યોગી સરકાર આવા પોલીસો શોધવાને બદલે મેળો કોઈપણ પ્રકારની ઘટના કે દુર્ઘટના વિના પૂર્ણ થાય તેની ચિંતા કરે તો કુંભમેળો અને મેળામાં લાખોની સંખ્યામાં આવેલ લોકો પવિત્ર સ્નાન કરી સુરક્ષિત રીતે પોતાના ઘરે પાછા ફરે તો માનો યોગી સરકાર સફળ થઇ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY