લખનૌ,તા.૨૨
ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના અધ્યક્ષ (સભાપતિ) રમેશ યાદવના નાના પુત્ર અભિજિત ઉર્ફે વિવેક યાદવના શંકાસ્પદ મોતના કેસમાં તેની માતાની ધરપકડ કરાતાં રાજધાની લખનૌ સહિત સમગ્ર યુપીમાં હાહાકાર મચી ગયો છે.
ચોંકાવનારી વાત એ છે કે પરિવારજનો અગાઉ અભિજિતનું કુદરતી મોત થયું હોવાનો દાવો કરતા હતા, પરંતુ પોસ્ટમોર્ટમ (પીએમ) રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અભિજિતનું મોત ગળું દબાવી દેવાથી થયું છે. આ ઉપરાંત તેના માથા ઉપર ઈજાનાં અનેક નિશાન પણ મળી આવ્યાં છે.
પાંચ ડોક્ટરોની પેનલે સભાપતિ રમેશ યાદવના પુત્રનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. શરૂઆતમાં પરિવારજનો તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે છાતીમાં દુખાવો થતાં અભિજિતનું કુદરતી મોત થયું છે અને તેઓ સતત પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યા હતા.
અભિજિત યાદવના મોત બાદ લખનૌના એસએસપીની હાજરીમાં જ પરિવારજનો ઉતાવળમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઈ ગયાં હતાં, પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓની દરમિયાનગીરી બાદ અંતિમ સંસ્કાર રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જેના રિપોર્ટ બાદ હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.
બીજી તરફ મૃતક અભિજિતના મોટા ભાઈ અભિષેક યાદવે કલમ-૩૦ર હેઠળ એફઆઈઆર નોંધાવી છે. તેની ફરિયાદના આધારે પોલીસે અભિજિતની હત્યાના આરોપમાં સભાપતિ રમેશ યાદવની પત્ની મીરાં યાદવની ધરપકડ કરી છે. હજરતગંજ પોલીસે લગભગ નવ કલાક લાંબી મેરેથોન પૂછપરછ બાદ મીરાં યાદવની ધરપકડ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





