મોબ લિન્ચિંગ ઘટનામાં રાજસ્થાન સરકારે ૪ પોલીસ કર્મચારી વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી

0
2

ઉદયપુર,તા.૨૪
રાજસ્થાનના અલવરમાં રકબર ખાનની હત્યા બાદ રાજસ્થાન સરકાર એક્શન આવી છે. રાજસ્થાન સરકારે ચાર પોલીસ કર્મચારી વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. રકબરની હત્યા બાદ સુભાષ શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ કર્મચારીઓને બેદરકારીના કારણે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. ડીજીપી અનાર રેડ્ડીના નેતૃત્વમાં અલવર પોલીસે સમગ્ર ઘટના અંગેનો રિપોર્ટ રાજસ્થાનના ડીજીપીને સોંપ્યો છે. અલવર કાંડની તપાસ જયપુરના ક્રાઈમ એસપી અને વિજિલન્સ સાથે મળીને કરશે. અલવરમાં બનેલી ઘટના બાદ રાજસ્થાન કોગ્રેસના અધ્યક્ષ સચિન પાયલોટે આરોપ લગાવ્યો કે, રાજસ્થાનમાં મોબ લિન્ચિંગની ઘટનામાં વધારો થયો છે. જેના માટે રાજસ્થાનની સરકાર જવાબદાર છે. રાજસ્થાનમાં ભીડ દ્વારા લોકોની હત્યા કરી દેવામાં આવે છે, પરંતુ સરકાર ગુંડાઓને સંરક્ષણ આપી રહી છે.
રાજસ્થાનના અલવર બાદ ઉદયપુરમાં મોબ લિન્ચિંગની ઘટના સામે આવી છે. ઉદયપુરના ખેરોના વિસ્તારમાં બે યુવકને ચોર સમજીને ઢોર માર મારવામાં આવ્યો. ગામના લોકોએ બન્ને યુવકને સંદિગ્ધ અવસ્થામાં જાયા હતા. જે બાદ બન્ને યુવકને પકડીને માર માર્યો હતો. ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ખેરોના પહોંચી હતી. પોલીસ બન્ને યુવકને છોડાવીને મેનાર લઈ ગઈ હતી. હાલમાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY