કાનપુરમાં ૫૦૦ કરોડથી વધુનો બેન્કિંગ ગોટાળો સામે આવતાં ખળભળાટ મચ્યો

0
97

કાનપુર,
પીએનબીના ૧૧ હજાર કરોડ રૂપિયાથી વધારેના ગોટાળાની તપાસ વચ્ચે કાનપુરમાં પાંચસો કરોડ રૂપિયાથી વધુનો એક બેંકિંગ ગોટાળો સામે આવ્યો છે. રોટોમેક કંપનીના માલિક પાંચ સરકારી બેંકો પાસેથી પાંચસો કરોડ રૂપિયા લઈને ગાયબ થઈ ગયા છે.
એક તરફ પંજાબ નેશનલ બેંકમાં ફ્રોડ ટ્રાન્સેક્શન દ્વારા અગિયાર હજાર કરોડથી વધારે રૂપિયાના ગોટાળાની તપાસ થઈ રહી છે. પીએનબી કાંડનો આરોપી હીરા વેપારી નીરવ મોદી વિદેશમાં હોવાના અહેવાલ છે. ત્યારે યુપીના કાનપુરમાં પાંચસો કરોડથી વધુનો એક બેંકિંગ ગોટાળો સામે આવ્યો છે. આ ગોટાળાના તાર પેન બનાવનારી એક નામી કંપની રોટોમેકના માલિક વિક્રમ કોઠારી સાથે જાડાયેલા છે.
વિક્રમ કોઠારીએ પાંચ સરકારી બેંકોમાંથી પાંચસો કરોડ રૂપિયાથી વધારેની લોન લીધી હતી. પરંતુ વર્ષ પૂર્ણ થયા બાદથી અત્યાર સુધીમાં તેમના તરફથી લોનની અદાયગી થઈ નથી. હાલ વિક્રમ કોઠારી ક્્યાં છે ? તેની કોઈ જાણકારી નથી. કાનપુરના માલરોડ સિટી સેન્ટરમાં રોટોમેકનું કાર્યાલય પણ ઘણાં દિવસોથી બંધ પડયું છે. આરોપ છે કે નિયમોને તાક પર રાખીને વિક્રમ કોઠારીને આટલી મોટી લોન આપવામાં આવી છે.
આરોપ છે કે નિયમોને તાક પર રાખીને વિક્રમ કોઠારીને આટલી મોટી લોન આપવામાં આવી હતી. હવે વિક્રમ કોઠારી તરફથી લોન અદાયગી નહીં થવાથી બેંક અધિકારીઓમાં ખળભળાટ છે. યૂનિયન બેંકના મેનેજર પી. કે. અવસ્થીનું કહેવું છે કે વિક્રમ કોઠારી પર તેમની બેંકની ૪૮૫ કરોડ રૂપિયાની લોન છે અને તેમના ઉપર એનસીએનટી હેઠળ કાર્યવાહી ચાલી રહી છે. તેની સાથે જ તેમની પ્રોપર્ટીને પણ વેચવાની તૈયારી છે. અલ્હાબાદ બેંકમાંથી પણ વિક્રમ કોઠારીએ ૩૫૨ કરોડની લોન લીધી છે. બેંકના મેનેજર રાજેશ ગુપ્તાએ લોન ચુક્તે નહીં કરવા પર વિક્રમ કોઠારીની પ્રોપર્ટી વેચીને નાણાં રિકવર કરવાની આશા વ્યક્ત કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY