ફિલ્મ ૨.૦ ચાલુ માસની ૧૩મી રિલિઝ થશે

0
25

મેગાસ્ટાર રજનીકાંત સાથે પહેલીવાર અક્ષય ચમકે છે
ચેન્નાઈ,તા.૮
ચારસો કરોડ રૃપિયાથી વધુના ખર્ચે બનેલી અને સાઉથના ભગવાન ગણાતા અભિનેતા રજનીકાંતને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ ૨.૦ના ટીઝરની રિલિઝ ડેટ આખરે રજૂ થઇ હતી.
રજનીકાંત સાથે આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવતા બોલિવૂડના ટોચના એક્શન કમ કોમેડી સ્ટાર અક્ષય કુમારે આ ફિલ્મની રિલિઝ ડેટ જાહેર કરી હતી.
૨૦૧૦માં રજૂ થયેલી એન્થીરન (રોબોટ) ફિલ્મની સિક્વલ એવી ૨.૦ છેલ્લા ઘણા સમયથી ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. ગયા વર્ષના ઓક્ટોબર નવેંબરમાં રજૂ થવાની હતી એવી આ ફિલ્મની રજૂઆત એક યા બીજા કારણે લંબાયા કરતી હતી.
એના કારણ રૃપે વિવિધ વાતો સાંભળવા મળતી હતો જેમ કે રજનીકાંતની તબિયત અત્યંત નાજુક છે અને એ અમેરિકામાં સારવાર લઇ રહ્યા છે, ફિલ્મની સ્પેશિયલ ઇફેક્ટ્‌સ હજુ પૂરી થઇ નથી, રજનીકાંતની છેલ્લી કેટલીક ફિલ્મો પીટાઇ ગઇ હોવાથી રજનીકાંત ગણી ગણીને પગલાં ભરી રહ્યા છે વગેરે.
શુક્રવારે અક્ષય કુમારે એવી જાહેરાત કરી હતી કે આ ફિલ્મનું ટીઝર ચાલુ માસની ૧૩મીએ રિલિઝ થશે. આ ફિલ્મમાં પહેલીવાર રજનીકાંત સાથે અક્ષય કુમાર ચમકી રહ્યો છે. સાથોસાથ એમી જેક્સન, આદિલ હુસૈન અને સુધાંશુ પાંડે પણ ચમકી રહ્યાં છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY