આમિર ખાન પહેલાં ગુલશનની ફિલ્મ કરશે
મુંબઈ,તા.૮
ટોચના અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાને ક્રાંતિકારી ચિંતક ઓશો રજનીશની ફિલ્મ કરવા અગાઉ ઓડિયો કેસેટની દુનિયામાં ક્રાંતિ કરનારા ગુલશન કુમારની ફિલ્મ કરવાનો નિર્ણય કર્યો હોવાની જાણકારી મળી હતી.
આ ફિલ્મમાં આમિર મુખ્ય રોલ કરવા ઉપરાંત એ આ ફિલ્મનો સહનિર્માતા પણ હશે. અગાઉ આ ફિલ્મ એકલા ભૂષણ કુમાર બનાવવાના હતા અને ત્યારે ટોચનો એક્શન સ્ટાર અક્ષય કુમાર આ ફિલ્મ કરવાનો હતો. પરંતુ અક્ષય કુમારે કોઇ કારણોસર આ ફિલ્મ છોડી દીધી હતી.
ત્યારબાદ ભૂષણ કુમારે વિવિધ નામો વિચાર્યાં હતાં પરંતુ આખરે આમિર ખાનનું નામ બોલાયું હતું.
આમિર અને ભૂષણ કુમારે સતત તપાસ કરી હતી કે હીરો તરીકે આ ફિલ્મમાં કોને લેવો. આખરે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ખુદ આમિર આ રોલ કરે. આમિરે હા પાડી હતી અને પોતાની રીતે સંશોધન શરૃ કરાવ્યું હતું. ભૂષણ કુમારે તૈયાર કરાવેલી સ્ક્રીપ્ટમાં પણ આમિર ખાને કેટલાક ફેરફાર કરાવ્યા હતા.
જા કે અત્યારે આમિરની પ્રાયોરિટી યશ રાજની ઠગ્સ આૅફ હિન્દુસ્તાન છે. આ ફિલ્મ પૂરી થયા બાદ જ આમિર નવી ફિલ્મ શરૃ કરશે એવું એની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું. અગાઉ ઠગ્સ આૅફ હિન્દુસ્તાન પૂરી થયા બાદ આમિર ઓશોની ફિલ્મ શરૃ કરવાનો હતો, પરંતુ એમ લાગે છે કે એ યોજના હાલ પૂરતી મોકૂભ રખાઇ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





