અમેરિકામાં સોનાલી બેન્દ્રે સારવાર દરમ્યાન પુસ્તક વાંચવામાં વ્યસ્ત

0
10

મુંબઈ,તા.૮
ટોચની અભિનેત્રી સોનાલી બેન્દ્રે હાલ અમેરિકામાં કેન્સરની સારવાર હેઠળ છે અને એના માથાના વાળ પૂરેપૂરા અદ્રશ્ય થઇ ગયા છે. પરંતુ કેન્સર સોનાલીના વાંચનશોખને સહેજ પણ અસર કરી શક્યો નથી.
અમેરિકામાં સોનાલી પોતાની સારવાર દરમિયાન સતત વાંચન કરતી રહી છે. કદાચ એના વાંચનશોખે જ એને સારવારની આડઅસરથના પ્રભાવથી મુક્ત રાખી છે.
હાલ ટોચનો અભિનેતા ઇરફાન ખાન પણ લંડનમાં મગજમાં કેન્સરની ગાંઠની સારવાર લઇ રહ્યો છે. એના કિમોથેરપીના છ તબક્કા પૂરા થયા છે.
સોનાલીની નિકટનાં સૂત્રોએ કહ્યું કે એ હજુ પણ ખુશમિજાજ રહી શકી છે. એના દિલોદિમાગ પર સારવારની કે કેન્સરના હાઉની કોઇ અસર થઇ નથી.
સોનાલીએ પોતે ઇન્સ્ટાગ્રામ પર પોતે પુસ્તક વાંચી રહી હોવાના ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા. એના ચહેરા પરનું સ્મિત હજુ અકબંધ રાખ્યું છે જે દર્શાવે છે કે એે હિંમતથી કેન્સરનો સામનો કરી રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY