ઉત્તરાખંડમાં ખરાબ હવામાનથી કૈલાસ માનસરોવરના યાત્રિકો ફસાયા

0
3

ન્યુ દિલ્હી,તા.૨૪
વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ગઈ કાલે જણાવ્યુંં હતું કે ખરાબ હવામાનના કારણે ઉત્તરાખંડમાં કૈલાસ માનસરોવરના ૧૧૫ જેટલા યાત્રિકો ફસાયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ તમામ યાત્રિકો ગૂંજી વિસ્તારમાં ફસાયા છે.જેના કારણે હાલ આ તમામ યાત્રિકોને બચાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં આ તમામને હવાઈ માર્ગે પિથૌરાગઢ લાવવામાં આવશે.
વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે આ અંગે ટિ્‌વટ કરતાં જણાવ્યું હતું કે આઈટીબીપી(ભારત- તિબેટ સરહદ પોલીસ) અને કુમાઉ વિકાસ મંડળ યાત્રિકોની દેખરેખ રાખી રહ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે હવામાનમાં ફેરફાર થયા બાદ આ તમામ યાત્રિકોને હવાઈ માર્ગે પિથૌરાગઢ લાવવામાં આવશે.
આ માસના આરંભમાં જ અનેક તીર્થ યાત્રિકો નેપાળના પહાડી વિસ્તારમાં તે સમયે ફસાયા હતા જયારે તેઓ તિબેટમાં કૈલાસ માનસરોવરની યાત્રાએથી પરત આવી રહ્યા હતા. જાકે તેમને સઘન બચાવ અભિયાન બાદ વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ખરાબ હવામાનના કારણે ગૂંજી આધાર શિબિરના માર્ગમાં છેલ્લાં કેટલાક સમયથી ફસાયેલા કૈલાસ માનસરોવર યાત્રાના ચારધામની યાત્રાની નોડલ એજન્સીએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે જ્યાં સુધી ભાવિકોનો પ્રવાહ આગળ વધે નહિ થાય ત્યાં સુધી નવા ગ્રૂપને આગળ જવા દેવામાં ન આવે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે યાત્રાના આઠમા જૂથના ૫૮ ભાવિક ખરાબ હવામાનના કારણે પિથૌરાગઢના નૈની અને સૈણીં હવાઈપટ્ટીથી ગૂંજી આધાર કેમ્પ માટે રવાના થઈ શકી નથી. જ્યારે નૌર્વે, ૧૦ અને ૧૧માં ગ્રૂપના ભાવિકો ક્રમશઃ ચૌકરી, અલમોડા અને ભીમતાલમાં કેએમવીએનના વિશ્રામ ગૃહોમાં રાહ જાઈ રહ્યા છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY