ભાંડૂત ગામમાં કચરાના નિકાલના વિરોધમાં સોમવારે ખેડૂતોનો મોરચો

0
7

જહાંગીરપુરાથી મહાનગરપાલિકા કચેરી સુધી ખેડૂત સમાજની રેલી
સુરત, તા. ૨૯
સુરત મહાનગરપાલિકા દ્વારા ધન કચરાના નિકાલ માટે અોલપાડ તાલુકાના ભાંડૂત ગામના દરિયા કિનારાના પટ્ટા ઉપર પસંદગી ઉતારી છે. મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર વચ્ચે ચાલી રહેલી પ્રક્રિયા બાદ ભાંડૂત અને આસપાસના ગામો દ્વારા સોમવારે રેલીનું આયોજન કરી વિરોધ કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકા દ્વારા આખા શહેરનો ધન કચરાનો નિકાલ હાલ ખજોદ ડિસ્પોઝલ સાઈટ ખાતે કરી રહી છે. ખજોદના આસપાસ ડ્રીમ સીટી, સુરત હિરા બુર્સનું નિર્માણ તેમજ એરપોર્ટના વિસ્તૃતીકરણના લીધે ખજોદ ડિસ્પોઝલ સાઈટ ભવિષ્યમાં બંધ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા ધન કચરાના નિકાલ માટે રાજ્ય સરકાર પાસેથી જગ્યા માગી હતી. અોલપાડ તાલુકાના ભાંડૂત ગામમાં દરિયા કિનારે આવેલ સરકારી જમીન સુરત મહાનગરપાલિકાને ફાળવવા માટે જિલ્લા કલેક્ટરને કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. ભાંડૂતને ડંપીગ સાઈટ બનતી અટકાવવા માટે સ્થાનિક ગ્રામવાસીઅો દ્વારા ભાંડૂત ધનકચરા સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી છે. ગુજરાત ખેડૂત સમાજની આગેવાની હેઠળ સોમવારે વિશાળ રેલી કાઢવામાં આવશે. ખેડૂત અગ્રણી જયેશ પટેલના જણાવ્યા અનુસાર સોમવારે ૧લી અોક્ટોબર ૨૦૧૮ના રોજ સવારે ૧૧ કલાકે જહાંગીરપુરા જીન મિલથી ખેડૂતોની વિશાળ રેલી મહાનગરપાલિકાની મુખ્ય અોફિસ ચોકબજાર મુગલીસરા સુધી નીકળશે. મનપા કમિશનરને આવેદનપત્ર આપી ભાંડૂત ખાતે મનપાની ધનકચરાનો નિકાલ નહીં થાય તે અંગે રજૂઆત કરવામાં આવશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY