લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજને અનામતને લઈને કરેલા નિવેદન બાદ ખૂબ જ હોબાળો મચ્યો છે, પરંતુ પોતાની મતબેન્કના ભોગે પણ આવું નિવેદન આપવા માટે ખરેખર હિંમત જાઈએ. મહાજને જણાવ્યું હતું કે દલિતોના મસીહા ગણાતા બાબાસાહેબ આંબેડકરે પણ માત્ર દસ વર્ષ માટે જ અનામતની તરફેણ કરી હતી, પરંતુ આપણે દર દસ વર્ષે આ મુદત વધારતા ગયા છીએ. શું નોકરી અને શિક્ષણમાં અનામત દ્વારા સમાજમાં એકરસતા જળવાઈ રહી છે? તેવો સવાલ કરતાં તેમણે કહ્યું હતું કે દેશ અને સમાજમાં એકસમાનતા જળવાઈ રહે એ માટે બાબાસાહેબના નિર્દેશ પ્રમાણે ચાલવું જાઈએ. આ વિધાન અત્યારે એટલા માટે મહ¥વનું છે કે કેમ કે આવનારા દિવસોમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે. બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે અને બંને રાજ્યમાં ભાજપને મોટો ફટકો પડી શકે તેમ છે. રાજસ્થાનમાં તો ભાજપની સરકારના દિવસો જ ગણાય છે. આ બંને રાજ્યોમાં અનામતનો પ્રશ્ર્ન સૌથી મોટો છે. આવનાર દિવસોમાં અનામતને લઈ આંદોલનોથી માંડીને તોફાનો સુધી આ બંને રાજ્યો જઈ શકે તેમ છે. એવામાં મહાજનના આ નિવેદનની અસર ખૂબ મોટી પડી શકે તેમ છે. પરંતુ મહાજને પોતાના પક્ષની મતબેન્કની પરવા કર્યા વિના જે રીતે પોતાની વાત માંડી એ ખૂબ જ કાબિલેદાદ પગલું છે. દેશના મોટા ભાગના યુવાનો અનામતની વિરુદ્ધ છે. અનામતે દેશને કંઈ જ આપ્યું નથી, ઊલટાના દેશમાં જાતિવાદી, કોમવાદી વાડા ઊભા કર્યા છે. અનામતની આગમાં અનેક સારી કારકિર્દીઓ ખાખ થઈ ગઈ છે તો અનેક નકામા લોકો ટોચે પહોંચી ગયા છે. માત્ર જાતિના આધારે કોઈ વિદ્યાર્થી ઓછા માર્ક લાવ્યો હોય તો પણ વધુ માર્ક મેળવનાર કરતાં પહેલાં કોલેજપ્રવેશ મેળવી લે અને જે વિદ્યાર્થી લાયકાત ધરાવતો હોય તે રહી જાય ત્યારે આ અનામતનો ભોગ બનેલ વિદ્યાર્થીના મનમાં અનામત અને દેશના કાયદા માટે જે રોષ ભભૂકે તે ખરેખર ખૂબ જ તીવ્ર હોય છે. કેટલાય આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ એવા છે કે તેમના બાપદાદાએ પણ અનામતનો લાભ લીધો હતો અને બીજા લાયકાત ધરાવનારા ઉમેદવારો કરતા આગળ નીકળી ગયા હતા. આવા પરિવારને શું અનામત મળવી જાઈએ. અનામત માત્ર એક પેઢી સુધી જ મર્યાદીત હોવી જાઈએ કેમ કે અનામત હેઠળ આવતા પરિવારના કોઈ એક સભ્ય આઈપીએસઆઈએસ કે આવા બીજા કોઈ મોટા પદ પર પહોંચી ગયા પછી પણ તેમના પરિવારને અનામતની જરૂર હોય ખરી? એટલા માટે જ બાબાસાહેબે માત્ર દસ વર્ષ માટે અનામતની રજૂઆત કરી હતી, શું ભારતમાં હજુ પણ લોકો પછાત છે ખરા? જાતિ કરતાં આર્થિક બાબત અનામત માટે વધુ જરૂરી નથી લાગતી? કેટલાક રાજકીય નેતાઓ અનામતની આગમાં પોતાના રોટલા શેકતા હોય છે. ભાજપ પણ એમાંનો એક પક્ષ છે, પરંતુ મહાજને પોતે એક ભાજપી કાર્યકર્તા પછી અને દેશની લોકસભાના સ્પીકર પહેલા છે તેવું આ વિધાન કરીને સાબિત કરી દીધું છે.
ભાજપ એસસીએસટીને મુદ્દે નીચલી જાતિઓના મત અંકે કરવા માગતો હોય ત્યારે જ તેમના આવા મોટા ગજાના નેતા બેરોકટોક સાચું બોલે એ ખૂબ જ હિંમતનું કામ છે. જા સમગ્ર દેશની પ્રજાનો મત અનામતને મુદ્દે લેવામાં આવે તો મોટા ભાગના લોકો આ પ્રથાનો વિરોધ કરે તે નક્કી છે, સુમિત્રા મહાજનના નિવેદન બાદ બંને પક્ષે સામાસામી દલીલબાજી શરૂ થઈ ગઈ છે. રાબેતા મુજબ ટીવી ચેનલો પર ભાષણબાજી પણ શરૂ થઈ ગઈ છે. જાઈએ સુમિત્રાજી જેવી હિમ્મત બીજા ક્્યા રાજકીય નેતાઓ દેખાડી શકે છે અને અનામતને મુદ્દે બિન્દાસ પોતાના વિચારો પોતાના પક્ષની પરવા કર્યા વિના માંડી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



