ચાલો ફરી એકવાર થોડું ગાંધીજીનું સ્મરણ કરીએ, સાથે લાલજીનું પણ..!!

0
39

આજે બીજી ઓક્ટોબરથી આવનાર બીજી ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીજી અંગે વિચાર-વિમર્શ, વાળ-વિવાદ ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. ૧૮૬૯માં ગુજરાતનાં પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી નામના એક સામાન્ય-સાધારણ માનવી કેવી રીતે મહામાનવ અને મહાત્મા ગાંધી બન્યા તેમની કથાઓ ફરી એકવાર દોહરાવવામાં આવશે. નેતાઓ ગાંધીજીનાં જીવનમાંથી પ્રેરણા લેવાની સલાહો આપશે. સામાન્ય માનવીને સત્યવાદી-અહિંસાવાદી બનવા માટે કહેશે. સાદગીપૂર્ણ જીવન જીવવા માટે વારંવાર કહેશે. પણ આ બધું સામાન્ય માનવી માટે જ છે એવું નેતાગણ માને છે. ગાંધી વિચારધારા નેતાગણ માટે નહિ એવી એક ધારણા-વિચાર બની ગયો છે. ગાંધી ઉપદેશ બીજાઓને આપવા માટે છે. તેનું આચરણ પોતાના માટે નથી એવી માનસિકતા કેટલાક નેતાઓના મનમાં ઘર કરી ગઈ છે અને ફુલીફાલી પણ રહી છે. ભારતના અગ્રણી નેતાઓ ગાંધીજી બાબતમાં ભારેખમ પ્રશંસાઓ કરે છે. તેમને સર્વગુણ સંપન્ન બતાવે છે. બધા પ્રશ્નોનું સમસ્યાઓનું સમાધાન ગાંધી વિચારધારામાં છે. એવું પણ કહે છે પરંતુ તેમના બતાવેલ રસ્તે ચાલવાનું કોઈ નેતાને પસંદ નથી. ગાંધીજીએ ભારતની ગરીબી જાઇને એક જ વસ્ત્ર પહેરવાનું નક્કી કરી લીધું હતું અને આજના નેતા..?? આધાર કાર્ડ ન હોય તો રાશન નહિ મળવાથી કોઈ ભૂખથી મરી જાય તો પણ આ નેતાઓને કોઈ અસર થતી નથી. લોકશાહીમાં રાજા-મહારાજાઓની જેમ ઠાઠમાઠથી રહે છે. આજના નેતાઓ અને બીજી ઓક્ટોબરે સાદગીપૂર્ણ જીવન જીવવાની સલાહ આપે છે અને આવા નેતાઓ પર જનતા વિશ્વાસ કરે છે. કેમ કે જનતાને કરિશ્માથી અને ચકાચોંધ કરીને આંજી દેવામાં આવે છે. તેણે ગુમરાહ કરાય છે અને ભોળી-ભાળી જનતા બે હાથ જાડીને તેને ભગવાન માનીને મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના વધતા બેફામ ભાવોને ભૂલી જાય છે.
૧૯૪૭ પછી જન્મેલા લોકોને અને આજની નવી પેઢીને ગાંધી વિચારધારાની કેટલી જાન છે. તેનો સર્વે કરવામાં આવે તો ખબર પડે. ગાંધીજીનું મુલ્ય ફક્ત ભારતની ચલણી નોટ સુધી જ સિમિત રહી ગયું છે. બાકી જે બચ્યું હતું તે તેમની ઓળખ તેમના ગોળ ચશ્મા, શૌચાલયની દીવાલ ઉપર લટકી ગયા છે. સ્વચ્છતાના નામ પર, ગાંધીજીની જેટલી પણ ટીકા કરાશે જેટલી તેમની ઠેકડી ઉડાડવામાં આવશે. જેટલું તેમનું અપમાન થશે ગાંધીજી એટલાજ ચમકશે. ચાલો ફરી એકવાર ગાંધીજીની સાથે ભારતના અન્ય એક મહાન સપુત લાલબહાદુર શાસ્ત્રીજીનું પણ સ્મરણ કરીએ. તેઓ પણ આજના જ દિવસે જન્મ્યા હતા પરંતુ ગાંધી ઉત્સવમાં લાલજીને એટલે યાદ કરવામાં નથી આવતા. તે એવા મહામાનવ હતા જે કદમાં નાના હતા પરંતુ સાદગી અને દેશ સેવામાં મોટા હતા. તેમણે જ ૧૯૬૫માં પાકિસ્તાનને યુદ્ધમાં હરાવ્યું હતું. દુશ્મનોના છક્કા છોડાવી દીધા હતા. આવ બે મહામાનવની સામે આજના બધા નેતાઓ વામણા નજરે પડે છે. ભારતના નેતાઓ જ્યાં સુધી આ બે નેતાઓના બતાવેલ રસ્તે આગળ નહિ ચાલે ત્યાં સુધી ભારત આગળ નહિ વધી શકે તેમનું સાચું આચરણ જ તેમના જીવનનો સંદેશ છે. મોહન-લાલજીને સત સત પ્રણામ..!!

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY