મુંબઈ,તા.૨૬
આજે શરૂઆતથી જ શેરબજાર નિરાશાજનક રહ્યું છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧ ટકાનો ઘટાડો થયો છે. આજની ટ્રેડિંગમાં નિફ્ટી ૧૦,૦૦૪.૫૫ની સપાટીએ આવી ગયો હતો, જ્યારે સેન્સેક્સ ૩૩,૨૯૧.૬ ની સપાટીએ પહોંચ્યો હતો. અંતે, નિફ્ટી ૧૦,૦૩૦ પર બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ ૩૩,૩૫૦ પર બંધ રહ્યો હતો.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં થોડુંક દબાણ જાવા મળ્યું છે. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૧ ટકાનો ઘટાડો થયા બાદ બંધ થયો હતો, જ્યારે નિફ્ટીનો મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ પણ ૦.૧ ટકા ની નબળાઈ સાથે બંધ રહ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ ફ્લેટ થયા પછી બંધ થયો છે.
બીએસઈના ૩૦ શેરનો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ ૩૪૧ પોઈન્ટ એટલે કે ૧ ટકાના ઘટાડા સાથે ૩૩,૩૪૯.૩ના સ્તરે બંધ થયો છે. બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી ૯૫ પોઈન્ટ એટલે કે ૧ ટકા ઘટીને ૧૦,૦૩૦ ની સપાટીએ બંધ થયો છે.
દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ, એનટીપીસી, હિન્ડાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, એશિયન પેઈન્ટસ, ભારતી એરટેલ અને કોટક મહિન્દ્રા બેન્કના શેર તૂટયા છે. જા કે ટાટા મોટર્સ, ગેલ, ટાઈટન, ડો.રેડ્ડીઝ, ભારતી ઈન્ફ્રાટેલ, સન ફામાર્ અને હિરો મોટો કોર્પના શેરો વધુ મજબૂત બન્યા છે.
આવી જ રીતે મીડકેપ શેરોમાં એસજેવીએન, એપોલો હોસ્પિટલ, ક્રોમ્પટન ગ્રીવ્ઝ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ અને એનબીસીસીના શેર નબળાં પડયા છે, જયારે તેની સામે બાયોકોન, કન્ટેનર કોર્પ, અદાણી એન્ટરપ્રાઈઝ, સેન્ટ્રલ બેન્ક અને ડિવીઝ લેબના શેરમાં ઉછાળો જાવા મળ્યો છે.
સ્મોલકેપ શેરોમાં ઈક્વિટાસ, ઉજ્જીવન, મોહોતા ઈન્ડસ્ટ્રીઝ, ગુજરાત મિનરલ અને જુબિલેન્ટ ફૂડના શેર તૂટયા છે, તો તેની સામે કજારિયા સિરામિક્સ, રેમન્ડ, ડીઆઈસી ઈન્ડિયા, જુબિલેન્ટ ઈન્ડસ્ટ્રીઝ અને એટલાન્ટાના શેર મજબૂત બન્યા છે.
જયારે બીજી તરફ ચલણ બજારમાં ભારતીય રૂપિયો આજે પણ ડોલર સામે નબળો રહેવા પામ્યો હતો. આજના કારોબારમાં ૧૫ પૈસાના ઘટાડા સાથે રૂપિયો ૭૩.૪૨ના નીચલા સ્તરે પહોંચી ગયો છે. પાછલા કારોબારી સત્રમાં રૂપિયો ૭૩.૨૭ની સપાટીએ બંધ થયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



