‘બાયપાસ રોડ’ ફ્રેન્ચાઇઝ બની શકે એવી સિરિઝ : નીલ નીતિન મૂકેશ

0
7

મુંબઈ,તા.૬
અભિનેતા નીલ નીતિન મૂકેશે કહ્યું હતું કે બાયપાસ રોડ એક એવી કથા છે જેને ફ્રેન્ચાઇઝીમાં ફેરવી શકાય એવી એની ક્ષમતા છે. એક પછી એક એમ આ સિરિઝની નવી સીઝન બનાવી શકાય એવી એમાં સબળ કથા છે.
શ્રીરામ રાઘવનની જ્હાની ગદ્દાર ફિલ્મથી અભિનય કારકિર્દી શરૃ કરનારા નીલે ત્યારબાદ ન્યૂયોર્ક, તેરા કિયા હોગા જ્હાની, સાત ખૂન માફ, પ્લેયર્સ અને પ્રેમ રતન ધન પાયો જેવી વિવિધતાપૂર્ણ ફિલ્મો કરી હતી. હાલ એ બાયપાસ રોડ જેવી થ્રીલર કરી રહ્યો છે. એણે કહ્યું કે મને થ્રીલર જાનર ખૂબ ગમે છે અને એમાં આગળ વધવાની મારી ઇચ્છા છે. એમાં કલાકાર માટે પણ એક થ્રીલ હોય છે. સીધી સાદી કથા ધરાવતી ફિલ્મ કે સિરિઝ કરતાં થ્રીલરમાં કલાકારની કસોટી થતી હોય છે.
એણે ઉમેર્યું હતું કે આ સિરિઝની કથા શોધતાં મને ત્રણ વર્ષ લાગ્યાં હતાં. આ પ્રકારની સ્ક્રીપ્ટ જલદી હાથમાં આવતી નથી. આજનું ઓડિયન્સ ખૂબ સ્માર્ટ અને બુદ્ધિશાળી છે. એને આપણે મૂર્ખ બનાવી શકીએ નહીં. એ બહુ સહેલાઇથી તમારી પોલ પકડી પાડે છે. કેટલીક વાર તો આ પ્રકારની થ્રીલરની વાર્તા કિયારે કેવો વળાંક લેશે એ પણ ઓડિયન્સ પકડી પાડે છે એટલે આ એક ચેલેંજિંગ બાબત છે.
૦૦૦૦૦૦

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY