મુંબઈ,તા.૮
ટોચની કલાકાર જોડી રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ સ્ત્રી ટિકિટબારી પર ધીમી પણ મક્કમ ગતિથી આગળ વધી રહી હોવાની માહિતી મળી હતી.
અત્યાર સુધીમાં આ ફિલ્મે ૬૦ કરોડથી વધુ આવક નોંધાવી હોવાનું ટ્રેડ પંડિતોએ નોંધ્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન અમર કૌશિકે કર્યું છે અને ફિલ્મ ગયા સપ્તાહે રજૂ થઇ હતી. સાત દિવસમાં ૬૦ કરોડની આવક હોરર કોમેડી ફિલ્મ માટે સારી હોવાનું ટ્રેડ પંડિતો માને છે.
આ ફિલ્મની સાથોસાથ રજૂ થયેલી ધર્મેન્દ્ર અને એના પુત્રોની ફિલ્મ યમલા પગલા દિવાના ફિર સે બેક્સ આૅફિસ પર ભૂંડે હાલે પીટાઇ ગઇ હતી. ધર્મેન્દ્રના ચાહકો માને છે કે આવરદાના નવમા દાયકામાં પ્રવેશેલા આ કલાકારે ભૂતકાળમાં મેળવેલી સિદ્ધિને આ રીતે ધોઇ નાખવા જેવી ફિલ્મો ન કરવી જોઇએ.
સ્ત્રી રજૂ થઇ ત્યારે ઘણાએ એવી શંકા વ્યક્ત કરી હતી કે હોરર કોમેડી પ્રકારની આ ફિલ્મ એકાદ સપ્તાહથી વધુ ચાલશે ખરી કે ? કેટલાક લોકોએ એવી પણ શંકા વ્યક્ત કરી હતી કે બોલિવૂડમાં આ જેનરની ફિલ્મો સામાન્ય રીતે બનતી નથી અને બને તો ચાલતી નથી. આ ફિલ્મ ચાલશે ખરી ? આવા ટીકાકારોને મોઢામોઢ થયેલી પÂબ્લસિટીએે ખોટા સાબિત કર્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






