ન્યુ દિલ્હી,તા.૧૯
લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવ ગમે તે ભોગે પત્ની ઐશ્વર્યા સાથે છુટાછેડા લેવા માટે મક્કમ હોય તેમ લાગી રહ્યું છે.
એક તરફ તેમનો પરિવાર લગ્ન બચાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યો છે ત્યારે બીજી તરફ તેજ પ્રતાપ મથુરામાં એક પછી એક મંદિરોમાં દર્શન કરી રહ્યા છે.
સૂત્રોના કહેવા પ્રમાણે લગ્ન જીવન બચાવવાના પ્રયાસ રુપે તેજ પ્રતાપની સાસુ પૂર્ણિમા રાયે એક કલાક સુધી રાબડી દેવી સાથે મુલાકાત કરી હતી.જાકે તેમનો પ્રયત્ન સફળ થયો લાગતો નથી.કારણકે તેઓ પણ મુલાકાત બાદ રડતા રડતા બંગલાની બહાર નીકળ્યા હતા.
જાકે સૂત્રોનુ કહેવુ છે કે લાલુ પ્રસાદની ખરાબ તબિયતને જાતા તેજપ્રતાપ યાદવ હાલમાં છુટાછેડાના કેસને આગળ વધારી રહ્યા નથી.લાલુ પ્રસાદને ઘૂંટણમાં ઈન્ફેક્શન થયેલુ છે.બીજી તરફ આ વિવાદના કારણે તેઓ ડિપ્રેશનમાં પણ છે.
તેજ પ્રતાપ ૨૩ નવેમ્બર પછી ઘરે પાછા ફરવા રાજી થયા છે પણ બે શરત પર.તેમની પહેલી શરત એ છે કે કોઈ ઐશ્વર્યા સાથે તેમને સમાધાન કરવા માટે દબાણ નહી કરે તેમજ તેજસ્વીના સહયોગી ઓમ પ્રકાશ, મણી ભૂષણ અને મણી યાદવને આરજેડીના મામલાથી દુર રાખવામાં આવે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




