અલીગઢ,તા.૧૯
અત્યારના સમયમાં માતા-પિતાને પોતાના બાળકોને એટલા હોંશિયાર બનાવી દેવા હોય છે કે તેમની આગળ કોઈ પણ બાળક ના જવું જાઈએ. આવી માનસિકતા ધરાવતા માતા-પિતા પોતાના બાળકોને રેસના ઘોડા બનાવી દેતા હોય છે. બીજાની સરખામણીમાં પોતાનું બાળક જરા પણ ઉતરતુ ના આવવું જાઈએ તે માટે માતા-પિતા પોતાના બાળકોને મોંઘીદાટ શાળાઓમાં મોકલતા હોય છે. શાળા ઉપરાંત બાળકોને ટ્યુશન-ક્લાસીસમાં પણ ફરજીયાત પણે જવું પડતું હોય છે.
ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક માતા-પિતાએ પોતાના સાત વર્ષના બાળકનું પર્સનલ ટ્યૂશન રખાવ્યું હતું. નૌરંગાબાદના રહેવાસી માતા-પિતાએ પોતાના બાળક માટ ૩૫ વર્ષિય શિક્ષકને નિમ્યા હતા. તે શિક્ષકને બાળકને દરેક વિષય ભણાવવાના માતા-પિતા તેમને માસિક ૨૦૦૦ રૂપિયા ચૂકવતા હતા. આ શિક્ષક દરરોજ બપોરે બેથી ત્રણ વાગ્યા સુધી બાળકને ભણાવવા માટે આવતા હતા. આ શિક્ષક બાળકને ભણાવવા માટે છેલ્લા છ મહિનાથી આવી રહ્યા હતા.
સીસીટીવી ફૂટેજમાં જાવા મળ્યું કે, શિક્ષક બાળકને ખૂબ જ ક્રૂરતાપૂર્વક માર મારી રહ્યો હતો. શિક્ષકે પોતાનું ચંપલ કાઢીને બાળકને માર્યુ હતું. આ ઉપરાંત શિક્ષકે બાળકના બંને કાન પકડીને ખૂબ જ જડતા પૂર્વક તેનું માથુ હલાવ્યું હતું. આટલું જ નહીં તે શિક્ષકે બાળકની આંગળીઓ પણ કરડી ખાધી હતી. શિક્ષક સતત તેને ગાળો બોલીને ધમકાવતો હતો કે જા તેણે આ અંગે કોઈને જાણ કરી તો તે તેને ખૂબ મારશે. બાળક એટલો ડરી ગયો હતો કે તે અવાજ પણ નહતો કાઢી શકતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






