પોલીસ કમિશનર કચેરી પાસે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોનું વિરોધ પ્રદર્શન
સુરત, તા. ૨૪
પાંડેસરા વિસ્તારમાં ધમધમતા દારૂ જુગારના અડ્ડા વિરુદ્ધ સ્થાનિક રહીશોએ વિશાળ રેલી કાઢી પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
ગુજરાત રાજ્યમાં દારૂની પ્રતિબંધિત કાયદા દ્વારા કરવામાં આવેલ છે અને તેમ છતાં નાગસેન નગર ૨૦થી ૨૫ દેશી તથા ઈંગ્લિશ દારૂ વેચાણના અડ્ડાઅો બુટલેગરો દ્વારા બેરોકટોક પણે ખુલ્લે આમ રાજકીય તેમજ કાનૂની હોદ્દાઅો ધરાવતા પદાધિકારીઅોની રહેમનજર હેઠળ ચાલે છે જેના કારણે સદર વિસ્તારમાં રહેતા તમામ રહીશોને તથા મહિલાઅો, સ્કૂલે જતા બાળકો તથા યુવાઅોના માનસિકતા પર વિપરીત અસર પડતી હોય અને જેના કારણે સદર વિસ્તારના રહીશોનું જીવન શૈલીતથા આવનાર ભવિષ્ય ઉપર પણ માઠી અસર પડે છે. જે સંભાવના પણ નકારી શકાય તેમ નથી. અને સદરહુ પ્રતિબંધિત દારૂ વેચનાર બુટલેગરો તેમના અડ્ડાઅો ઉપર તેમના મળત્યાઅો કે જે ગુનાહિત માનસિકતા ધરાવતા હોય અને જેઅો પણ પોતાનો ધાક જમાવવા સદર વિસ્તારના રહીશોને-ધાક-ધમકી દબાણ કરી ગેરકાયદેસર રીતે ગુનાહિત પ્રવૃત્તિઅો કરતા ચાલી આવેલ છે.
નાગસેન નગર મુકામે ચાલતા તમામ પ્રતિબંધિત ગેરકાયદેસરના દારૂના અડ્ડાઅોથી અને ગુનાહિત પ્રવૃત્તિઅો ત્રસ નાગસેન નગર તથા તેની આજુબાજુના સોસાયટીના અને વિસ્તારના રહીશો દ્વારા દ્વારા સદરહુ ઉપરોકત દારૂના અડ્ડાઅો કાયમી ધોરણે બંધ થાય છે તેવી માગણી કરી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




