પોલીસને જોઈને એક બુટલેગર ભાગી જવામાં સફળ
સુરત, તા. ૨૪
ઉમરપાડા તાલુકાના બરડી ગામના આવેલા એક જંગલમાં એક વાહનમાંથી પોલીસે ૫૨,૩૦૦ રૂ.ના વિદેશી દારૂ કબજે કરી એક બુટલેગરની ધરપકડ કરી હતી. જ્યારે એક બુટલેગરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હોવાનો બનાવ ઉમરપાડા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉમરપાડા તાલુકાના ગોપાલિયા ગામના નિશાળ ફળિયામાં હરેસિંગ રાવજીભાઈ વસાવા તથા ધર્મેશ ટેટીયાભાઈ વસાવા રહે છે. ગત રોજ પોતાની મોઘીદાટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને તેઅો જતા હતા ત્યારે બરડી ગામના જંગલમાં તેમની કારને આંતરી તપાસ કરતા ૧૮૦ એમ.એલ. વાળી તથા હેડવર્કસ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ ટીન બિયરની બોટલો મળી કુલ્લે ૧૦૨૨ નંગ બોટલ કિંમત રૂ. ૫૨,૩૦૦ તથા ૨ લાખ રૂ.ના વાહનની કિંમત મળી કુલ્લે ૨.૫૨ લાખના મુદ્દામાલ મળી કુલ્લે ૨.૫૨ લાખના મુદ્દામાલ સાથે હરેસિંગ વસાવા બુટલેગરની ધરપકડ કરી હતી. જ્યારે ધર્મેશ વસાવા ફરાર થઈ ગયો હતો. ઉમરપાડા પોલીસે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



