મારી દાદીને પરણિતી ચોપરા બહુ ગમે છે : અર્જુન કપૂર

0
14

મુંબઈ,તા.૧૮
ઈશ્કજાદે ફિલ્મમાં અર્જુન કપૂર અને પરિણીતિ ચોપડાની રોમેટિંક કેમેસ્ટ્રી ખુબ પસંદ કરવામાં આવી રહી છે. હવે ૬ વર્ષબાદ તેમને સ્ક્રીન પર રોમાન્સ કરતા જોઈ શકાશે. તેમની આગામી ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડમાં આ કપલ તરીકે દેખાશે. નમસ્તે ઈગ્લેન્ડનું ટ્રેલર લોન્ચ થયા બાદ આ બંનેને સાથે જોવાનો ક્રેઝ વધી રહ્યો છે. ફક્ત તેમના ફેન્સને જ આ જોડી પસંદ નથી આવી રહી બલ્કી અર્જુન કપુરના દાદી પણ આ જોડીને ખુબ પસંદ કરી રહ્યા છે. અર્જુનના દાદી સારી દુલ્હનની તલાસમાં છે તેમને પરિણીતિ ખુબજ ગમે છે.
અર્જુન કપૂરે પણ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે નમસ્તે ઇગ્લેન્ડના ટ્રેલર પછી મારી દાદી કહે છે કે તેમને પરિણીતિ ખુબ જ ગમે છે. અમારી જોડી બહુ સારી લાગે છે. મારા દાદીતો પરિણીતિને રીયલ લાઈફમાં મારી દુલ્હન તરીકે જૂએ છે. અર્જુન કહે છે કે જ્હાનવી, ખુશી, રિયા અને અંશૂલાના લગ્ન પછી જ તે લગ્ન કરશે.
પરિણીતિએ પણ ઈસ્ટાગ્રામ પર ઇમોશનલ પોસ્ટ શેર કરી હતી. પરિણીતિએ અર્જુનને પોતાનો ખાસ દોસ્ત ગણાવ્યો હતો. પરિણીતિનું કહેવુ છે કે અર્જુન ખુબજ સારો માણસ છે. તેની સાથે તે દરેક વાત શેર કરી શકે છે.
અર્જુન કપૂર અને પરિણીતિ ચોપડાની ફિલ્મ નમસ્તે ઈગ્લેન્ડ ૭ ડિસેમ્બરે રિલિઝ થવાની છે. આ સીવાય તેમની ફિલ્મ સંદીપ અને પીંકી ફરાર પણ આવી રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY