એટીએમ બહાર ખેડૂતે રૂ. ૪૦ હજાર ગુમાવ્યાં

0
6

સુરત, તા. ૧૯
કામરેજ બસ સ્ટેન્ડ પાસે આપેલા એક એટીએમમાંથી નાણા કાઢી આપવાના બહાને ખેડૂતનું ધ્યાન ભ્રમ કરી રૂ. ૪૦ હજારથી છેતરપિંડી કરી અજાણ્યા ચાર ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ કામરેજ પોલીસ મથક નોંધાયો હતો. ખેડુતની ફરિયાદ નોîધી પોલીસે આઈપીસી-૪૦૬, ૪૨૦ તથા ૧૧૪ મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કામરેજ ચાર રસ્તા સનસિટી રો હાઉસના બંગલા નંબર-બી-૩૪માં દેવેનકુમાર ગુણવંતભાઈ મહેતા રહે છે. પોતે ખેડૂત છે. ગત દિવસોમાં સાંજના સુમારે કામરેજ બસ સ્ટેન્ડ પાસે આવેલા એક બેકના એટીએમમાંથી નાણા કાઢી ગયા હતા. ત્યારે ચાર અજાણ્યા ઈસમોએ એટીએમમાંથી નાણા કાઢી આપવાના બહાને તેમને વિશ્વાસમાં લઈ તેમનું ધ્યાન ભ્રમિત કરી રૂ. ૪૦ હજાની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા. ખેડૂતને પાછળથી ખયાલ આવી જતા તેમણે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસની દુકાનોના સીસી ટીવી ફૂટેજ એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY