ઈજાગ્રસ્તનું સુરત સ્મીમેરમાં સારવાર દમિયાન મોત થયું
સુરત, તા. ૧૯
કડોદરાના ક્રિષ્ણાનગરમાં બાળકો વચ્ચે થયેલ સામાન્ય ઝઘડાની અદાવત રાખી એક વ્યકિતની પાંચ લોકોએ ઢોર માર મારી તેની હત્યા કરી નાખતા ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા શાંતિનગર નિલમ હોટલની પાછળ રૂમ નંબર ૧૩માં હસરત અલી યાર મોહમ્મદ અંસારી પરિવાર સાથે રહે છે. દરમિયાન તેમનો નાનો ભાઈ સરાફત અલી યાર મોહંમદ અંસારી ઉ.વ. ૭ ગઈકાલે રવિવારના રોજ તેમના દૂરના મામા કલ્લુ મહેબૂબ અંસારીના ૭ વર્ષના દીકરા સાથે રમતો હતો ત્યારે તેઅોની વચ્ચે ઝઘડો થયો હતો.અને બોલાચાલી પણ થયેલ હતી ત્યારબાદ યાર મોહંમદ દીકરા હસરત અલીને કિરણાનગરમાં કલ્લુ મહેબુબ અંસારી,રાજુ ઉર્ફે રાજુવ,સંતોશ કેવટ,અંજુબ અંસારી, ઈમ્તિયાઝ અંજુબ અંસારી અને અસરફ અંસારીનાઅોએ ભેગા મળી ઝઘડાની અદાવતનો ખાર રાખી લાકડાના સપાટા વડે ઢોર માર મારતા યાર મોહંમદ માથાના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત થતા તેઅોને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે હસરત અલીએ પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ આપતા ગુનો નોંધી પોલીસે આરોપીઅોને પકડી પાડવાના ચક્રોગીત માન કર્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



