ડીંડોલીના કાપડ વેપારી દંપતી દ્વારા રૂ. ૧૬ લાખની છેતરપિંડી

0
12

માલ વેચનારે પેમેન્ટની ઉઘરાણી કરતા ધમકી મળી
સુરત, તા. ૧૯
બે કાપડ વેપારી પાસેથી કાપડનો જથ્થો ખરીદી રૂપિયા ૧૬ લાખનું પેમેન્ટ ચૂકવવાને બદલે જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે વેપારી સામે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રિંગરોડ રિઝન્ટ ટેક્ષટાઈર્લ્સ માર્કેટમાં દુકાન ધરાવતા સંજય બાબુ દોંગાએ આરોપી સુબોધ સિંગ દિપનારાયણ સિંગ, નિશાસિંગ સુબોધસિંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી સંજયભાઈ અને ધવલભાઈ માધુભાઈ વાઘાણી પાસેથી આરોપી દંપતીએ કાપડનો જથ્થો ખરીધ્યો હતો. જેમાંથી માત્ર રૂ. ૧,૦૫,૫૭૫ ચૂકવ્યા બાદ બાકીના રૂ. ૧૬,૦૦,૫૬૭ ચૂકવવાને બદલે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે સલાબતપુરા પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY