કોર્ટમાં ખટલાની ટ્રાયલ આખરી તબક્કામાં : સરકારની દલીલો પૂરી
સુરત, તા. ૨૪
નારાયણ સાંઈ ઉર્ફે મોટા ભગવાન દ્વારા આચરવામાં આવેલા બળાત્કાર પ્રકરણમાં આ કેસની ટ્રાયલ અંતિમ ચુકાદા તરફ જઈ રહી છે. સરકારની અંતિમ દલીલો પૂરી થયા બાદ બચાવ પક્ષના એડવોકેટ બી.એમ. ગુપ્તા, કલ્પેશ દેસાઈ અને વિરલ ચલીયાવાળા દ્વારા રજૂ કરવામાં આવી રહેલી દલીલ આજે પણ યથાવત રહી હોવાનું બચાવ પક્ષે જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, ગત તા. ૬ અોક્ટોબર-૨૦૧૩ના રોજ નારાયણ સાંઈ ઉર્ફે મોટા ભગવાન સામે જહાંગીરપુરા પોલીસ મથકમાં શહેરની પીડિતા દ્વારા બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. ડિસેમ્બર-૨૦૧૩થી નારાયણ સાંઈ લાજપોર જેલમાં છે. નારાયણ સામે ચાર્જશીટ રજૂ કરાયા બાદ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો. બળાત્કાર કેસમાં પીડિતા તથા પુરાવાઅો- પંચનામાના સાક્ષીઅો, આઈ.અો. અને એફએસએલના અધિકારીઅોની સર અને ઉલટ તપાસ પૂરી થઈ ચૂકી છે. હવે જ્યારે આ કેસની ટ્રાયલ પૂરી થવા તરફ જઈ રહી છે. ત્યારે સરકારની અંતિમ દલીલો પૂરી થઈ ગયા બાદ બચાવ પક્ષની દલીલો આજે પણ કોર્ટમાં રજૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
અદાલતમાં બચાવ પક્ષની દલીલો આજે પણ યથાવત
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




