જમીન દલાલને લોખંડની પાઈપ સાતથી આઠ લોકોએ માર માર્યો
સુરત, તા. ૧૯
સુરત શહેરના સિંગણપોર ચંદનગેસ એજન્સીના ગોડાઉન પાસે જમીન દલાલને આંતરી લોખંડ પાઈપથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સાતથી આઠ જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
જમીન દલાલ પર થયેલા હિચકારા હુમલાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
સુરત ચોક બજાર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સિંગણપોર ચંદન ગેસ ગોડાઉન પાસે સત્યમનગર સોસાયટીમાં રહેતા જમીન દલાલ લાભુભાઈ લાલજીભાઈ રબારી આનંદ પાર્ક પાસે સાતથી આઠ જણાંએ આંતરી લોખંડની પાઈપથી હુમલો કરી માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. બનાવ સંદર્ભે ચોક પોલીસે રાયોટિંગ સહિતનો ગુનો નોંધી સબ ઈન્સ્પેક્ટર બી.પી. ખરાદીએ તપાસ હાથ ધરી છે.
જમીન દલાલ પર ટોળા દ્વારા દરા કરાયેલા હુમલા અંગે પ્રાથમિક તપાસમાં પોલીસને ચોક્કસ કોઈ કારણ જણાયું નથી અલબત્ત કોઈક જમીનના વિવાદમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ હાથ અનુમાન લગાવી રહી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




